ચોમાસું ધમધમ્યું: સરદાર સરોવર સહિત ગુજરાતનાં અનેક જળાશયો છલકાયા

ચોમાસું ધમધમ્યું: સરદાર સરોવર સહિત ગુજરાતનાં અનેક જળાશયો છલકાયા ચોમાસું ધમધમ્યું: સરદાર સરોવર સહિત ગુજરાતનાં અનેક જળાશયો છલકાયા

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં મોનસૂનનું જોરદાર આગમન થતા અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાના 10 જળાશયો 100 ટકા ભરાઈ જતા તંત્રએ હાઇ એલર્ટ જાહેર કર્યો છે. જેમાં ધાતરવાડી, સુરેન્દ્રનગરનો વાંસલ અને લીમ-ભોગાવો-1 સહિતના જળાશયો સમાવિષ્ટ છે.

29 જળાશયો 70%થી વધુ ભરાતા એલર્ટ-વોર્નિંગ

રાજ્યના વધુ 29 જળાશયો 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે, જેના કારણે વોચ રાખવા તંત્રએ એલર્ટ અને વોર્નિંગ જાહેર કર્યા છે.

Advertisements

રાજ્યમાં કુલ જળસંગ્રહ 45% ની સપાટીએ

રાજ્યના કુલ 207 જળાશયોમાંથી હાલમાં સરેરાશ 45.01% પાણી ઉપલબ્ધ છે. તેમાંથી સરદાર સરોવરમાં 50.15% પાણીનો સંગ્રહ છે. ગયા વર્ષે આ જ દિવસે આ આંકડો 38.26% હતો.

સૌરાષ્ટ્ર સૌથી આગળ: 48% પાણીભંડાર સાથે ટોચે

જળસંગ્રહના વિસ્તારમાં સૌરાષ્ટ્ર આગળ છે, જ્યાં 141 જળાશયોમાં સરેરાશ 48.15% પાણી ભરાયું છે. મધ્ય ગુજરાત 43.80%, દક્ષિણ ગુજરાત 42.03% અને ઉત્તર ગુજરાત 33.10% છે. કચ્છના 20 જળાશયો 28.72% ભરાયા છે.

Advertisements

સરદાર સરોવર સહિત મોટી નદીઓમાં ભારે આવક

હાલ સરદાર સરોવરમાં 18,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. દમણગંગા અને ઓઝત-વિઅર જેવી નદીઓમાં પણ 13 થી 16 હજાર ક્યુસેક જેટલી જળઆવક નોંધાઈ છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment