કંડલા-ભચાઉ નેશનલ હાઈવે પર માટીના ઢગલા અને ખાડાઓથી વાહનચાલકો પરેશાન

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કંડલાથી ભચાઉ તરફ જતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર માટીના ઢગલાઓ અને ખાડાઓથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે અને માટીના ઢગલાઓ ઉડતી ધૂળને કારણે વાહન ચલાવવામાં મુશ્કેલીઓ પડે છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી સાબિત થઈ રહી છે.

ટ્રાફિકને કારણે વાહનો પસાર થતાં ધૂળના વાદળો ઉડે છે, જેનાથી પાછળ આવતા વાહનોને કંઈ દેખાતું નથી. આ ઉપરાંત, ધૂળ આંખોમાં જવાથી અકસ્માત થવાની સંભાવના પણ વધી જાય છે. અનેક ટુ-વ્હીલર ચાલકોએ આ પરિસ્થિતિને કારણે સ્લિપ થવાના બનાવો પણ નોંધાવ્યા છે.

Advertisements

આ રોડની ઓથોરિટી દ્વારા રસ્તાની સફાઈ કરવામાં આવતી નથી અને અનેક જગ્યાએ ખાડાઓ પણ પડી ગયા છે. આ ખાડાઓને કારણે વાહનચાલકોને ગંભીર નુકસાન થવાની ભીતિ રહે છે.

Advertisements

આ સમસ્યા અંગે ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી લતીફભાઈ ખલીફા દ્વારા સત્તાવાળાઓને તાત્કાલિક ધોરણે રસ્તા પરના ખાડાઓ પૂરવા અને સફાઈ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોએ પણ આ મુદ્દે ત્વરિત કાર્યવાહીની માંગ કરી છે જેથી વાહનચાલકોને સુરક્ષિત અને સુગમ મુસાફરીનો અનુભવ મળી શકે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment