SSPL-3 બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં નવદુર્ગા ગ્રુપ ચેમ્પિયન બન્યું

SSPL-3 બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં નવદુર્ગા ગ્રુપ ચેમ્પિયન બન્યું SSPL-3 બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં નવદુર્ગા ગ્રુપ ચેમ્પિયન બન્યું

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના આદિપુર ખાતે ગજવાની ગ્રાઉન્ડમાં સિંધિ સમાજ દ્વારા આયોજિત SSPL-3 બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ મોટી જોષજમ સાથે સંપન્ન થયો. આ ટૂર્નામેન્ટમાં સિંધિ સમાજની કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંમાં રોડવેઝ, શિવ શક્તિ, કેસરી નંદન, વીક્ટ્રી, અંજની, દક્ષ સ્ટાર, આશુતોષ મરીન અને નવદુર્ગા ગ્રુપનો સમાવેશ થયો હતો.

ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ આશુતોષ મરીન અને નવદુર્ગા ગ્રુપ વચ્ચે રમાઈ, જેમાં નવદુર્ગા ટીમે ઉત્તમ દેખાવ સાથે વિજય મેળવી ટુર્નામેન્ટ ટાઇટલ જીતી લીધું.

આ ટૂર્નામેન્ટ દરમિયાન મેન ઑફ ધ સીરીઝ તરીકે દીપક ક્રિપલાણીની પસંદગી કરવામાં આવી હતી, જેમણે સતત શાનદાર પ્રદર્શન આપ્યું હતું.

આ ટૂર્નામેન્ટના સફળ આયોજન માટે આશિષ મુલચંધાની, રાહુલ ચૌધરી, હરેશ લાલવાણી, નિલેશ થધાની, અરવિંદ આહિર અને મનવીર આસનાનીનો મહત્વનો સહયોગ રહ્યો હતો.

ટૂર્નામેન્ટ દરમિયાન તમામ મેચો ઉલ્લાસભર્યા માહોલમાં રમાઈ હતી અને સ્થાનિકોનો વિશાળ સમર્થન મળ્યો હતો. SSPL-3 ફક્ત રમત નહિ પણ યુવાઓ માટે એક પ્લેટફોર્મ બની રહ્યું છે – જ્યાં રમત સાથે સમાજ એકતાનો સંદેશ પણ મજબૂત બન્યો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *