કચ્છ કોંગ્રેસમાં નવા ચહેરા: તાલુકા અને શહેર પ્રમુખોની વરણી

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છ જિલ્લામાં તાલુકા અને શહેર પ્રમુખોની વરણી કરવામાં આવી છે. આ વરણી અંતર્ગત વિવિધ તાલુકાઓ તથા શહેરોમાંથી નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. પક્ષના સંગઠનને મજબૂત બનાવવાના હેતુસર તથા આવનારા સમયમાં જનહિતના પ્રશ્નોને વધારે ગતિ આપવા માટે આ વરણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

advt

👉 તાલુકા પ્રમુખોની વરણી

Advertisements
  • ભુજ તાલુકા પ્રમુખ તરીકે લાખાજી વેલાજી સોઢા
  • અંજાર તાલુકા પ્રમુખ તરીકે શંભુભાઈ નારણભાઈ ડાંગર
  • માંડવી તાલુકા પ્રમુખ તરીકે વલ્લભભાઈ શાંતિલાલ વેલાણી
  • ગાંધીધામ તાલુકા પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા
  • નખત્રાણા તાલુકા પ્રમુખ તરીકે રાજેશ મમુભાઈ આહીર
  • લખપત તાલુકા પ્રમુખ તરીકે ઇબ્રાહિમ હારુન કુંભાર
  • રાપર તાલુકા પ્રમુખ તરીકે ભીખુભાઈ એમ. સોલંકી
  • ભચાઉ તાલુકા પ્રમુખ તરીકે ખીમાભાઈ જીવાભાઇ ઢીલા
  • અબડાસા તાલુકા પ્રમુખ તરીકે અનવર ઇસ્માઈલ મંધરા વરાયા

👉 શહેર પ્રમુખોની વરણી

  • અંજાર શહેર પ્રમુખ તરીકે યુવરાજસિંહ ભોજુભા વાઘેલા
  • માંડવી શહેર પ્રમુખ તરીકે અરવિંદસિંહ આર. જાડેજા
  • ભચાઉ શહેર પ્રમુખ તરીકે મનજી રવાભાઇ રાઠોડ
  • રાપર શહેર પ્રમુખ તરીકે અશોક હીરાભાઈ રાઠોડ
  • નખત્રાણા શહેર પ્રમુખ તરીકે લખમીર દેવાભાઈ રબારી
  • ભુજ શહેર પ્રમુખ તરીકે કિશોરદાન જયંતિદાન ગઢવી

નવી વરણી કરાયેલા તમામ તાલુકા અને શહેર પ્રમુખોને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ નવા પ્રમુખો સંગઠનને મજબૂત બનાવશે, યુવાનોને જોડશે અને પ્રજાના હિત માટે કામ કરશે.

Advertisements

કચ્છ જિલ્લાની રાજનીતિમાં આ વરણીને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે તાજેતરમાં જ અનેક સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર કોંગ્રેસ કાર્યકર્તાઓ સક્રિય બન્યા છે. નવા પ્રમુખોની નિમણૂક સાથે જ પક્ષની તાકાત ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment