રાજયમાં નવા જંત્રી દરની તા.૧ એપ્રિલથી અમલવારીની શક્યતા

રાજયમાં નવા જંત્રી દરની તા.૧ એપ્રિલથી અમલવારીની શક્યતા રાજયમાં નવા જંત્રી દરની તા.૧ એપ્રિલથી અમલવારીની શક્યતા

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગુજરાત રાજયમાં જમીન અને મિલકત વ્યવહારો માટે મહત્વપૂર્ણ ગણાતા જંત્રી દરો ફરી એકવાર સુધારવા સરકાર તજવીજ કરી રહી છે. મળતી માહિતી મુજબ, જો બધું સુસંગત રહેશે તો રાજ્ય સરકાર ૩૦ માર્ચે નવા સુધારેલ જંત્રી દરોની જાહેરાત કરી શકે છે, જે ૧ એપ્રિલ, ૨૦૨૫થી અમલમાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવી જંત્રી અને તેને લાગુ કરવાના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શકયતા છે.આ જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના છે. સરકારને ૧૧૦૦૦ જેટલી વાંધા અરજીઓ જંત્રીના ફેરફાર માટે મળી હતી. આ અરજીઓ પૈકી ૬૦૦૦ જેટલી અરજીઓ જંત્રી ઘટાડો કરવા માટે સરકારને મળી છે. તેથી મુખ્યમંત્રી કક્ષાએ આખરી નિર્ણય થતા જંત્રીના નવા દર જાહેર કરાશે.

બે મહિનામાં રાજ્ય સરકારને કુલ ૧૧,૦૪૬ જેટલા વાંધા સૂચનો મળ્યા છે. જેમાંથી ૫૪૦૦ જેટલા શહેરી વિસ્તારમાંથી યારે ૪૯૦૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે. શરૂઆતમાં પ્રસિધ્ધ કરેલ જંગી બાબતે વાંધા સૂચનો મંગાવવા માટે ૨૦-૧૨-૨૦૨૪ સુધીની અવધિ રાખવામાં આવી હતી. જે જાહેર હિતને ધ્યાને લઈને તા. ૨૦-૦૧-૨૦૨૫ સુધી લંબાવવામાં આવી હતી. વધુમાં ઓનલાઈનની સાથે ઓફલાઈન પણ વાંધા – સૂચનો સ્વીકારવાની વ્યવસ્થા કરાઇ હતી.

સમગ્ર રાજ્યમાં જંત્રીના દરમાં જંગી વધારો સૂચવાયો છે. સરકારે બજેટમાં જંત્રી વધારા મામલે રાહત આપતી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરિણામે ૧લી એપ્રિલથી નવા દરો અસ્તિત્વમાં આવે તેવી શકયતા છે. રાજ્યમાં છેલ્લે વર્ષ ૨૦૧૧માં જંત્રીના સરવે બાદના નવા દરો લાગુ થયા હતા. તે પછી વર્ષેા સુધી સરવે નહીં થયા બાદ બે વર્ષ અગાઉ સરકાર દ્રારા જંત્રીના બમણા દરો લાગુ કર્યા હતા અને તે પછી સમગ્ર રાયમાં વેલ્યુ ઝોન નક્કી કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જંત્રીનો સરવે કરવામાં આવ્યો છે. સ્થળ, સ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષેાના વેચાણ સહિતની વિગતો એકત્રિત કરીને ગત નવેમ્બર માસમાં જંત્રીના સૂચિત દરો જાહેર કરી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા.રાય સરકારે તાજેતરમાં જંત્રી સુધારણા સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓ મહાનગરપાલિકા, નગરપાલિકા, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત છે.

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આ સમિતિઓ વિવિધ વિસ્તારમાં જમીનના બજાર ભાવ, ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ અને અન્ય પરિબળો ધ્યાને લઈ નવી જંત્રી દરો માટે અભિપ્રાય આપશે.નવી જંત્રી દરો દ્રારા રિયલ એસ્ટેટ માર્કેટ, બિલ્ડર્સ, રોકાણકારો, સામાન્ય ઘર ખરીદનાર અને કૃષિ જમીન ધરાવતા ખેડૂતો પર સીધોઅસર પડશે. જો નવા દરો વધશે, તો જમીન ખરીદવા માટે વધુ સ્ટેમ્પ ડયુટી ભરવી પડશે. આથી, રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘટાડો જોવા મળી શકે છે. બીજી બાજુ, જો બજારભાવની સરખામણીએ જંત્રીના દરો ઓછી રાખવામાં આવશે, તો જમીન ખરીદી વધુ વ્યાજબી બની શકે.આગામી નવા સુધારેલ જંત્રી દરો માટે તમામ રિયલ એસ્ટેટ અને રોકાણકારોની નજર રાજ્ય સરકારની જાહેરાત પર છે. જો ૩૦ માર્ચે જાહેર થશે, તો ૧ એપ્રિલ, ૨૦૨૫થી તે અમલમાં આવશે. તેવા સંકેત સચિવાલય વર્તુળમાંથી મળી રહ્યા છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *