મહાનગરપાલિકા અને વિકાસ ઓથોરિટી વચ્ચે ટેક્સ સમન્વયનું નવું તબક્કું

ગાંધીધામ મહાનગરપાલિકામાં 319 કર્મચારીઓની ભરતીને મંજૂરી: લાંબા સમયની પ્રતીક્ષાનો અંત! ગાંધીધામ મહાનગરપાલિકામાં 319 કર્મચારીઓની ભરતીને મંજૂરી: લાંબા સમયની પ્રતીક્ષાનો અંત!

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં લેઆઉટ, બિલ્ડિંગ મંજૂરી તથા કમ્પ્લીશન સર્ટિફિકેટ (BUC) આપતી વખતે હવે ગાંધીધામ મહાનગરપાલિકા (GMP)ના વેરા બાકી નથી તેવું પ્રમાણપત્ર ફરજિયાત બનાવવામાં આવવા જઈ રહ્યું છે. આ માટે GMP દ્વારા ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી (GDA)ને સત્તાવાર રીતે પત્ર લખવામાં આવ્યો છે.

અત્યારે જીએમપીના ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈ સાથે GDAના સચિવ પણ હોવાના કારણે શહેરી તંત્ર અને વિકાસ ઓથોરિટી વચ્ચે સમન્વય વધવાનો સંકેત છે. અત્યારસુધી GDA દ્વારા નવી ઇમારતોના નકશા પાસ કર્યા બાદ મહાનગરપાલિકાને કોઈ વિગતો આપાતી ન હતી, જેના કારણે મિલકત આકારણી (પ્રોપર્ટી વેલ્યુએશન) થતી નહીં અને પાલિકા આવક ગુમાવતી હતી.

Advertisements

અત્યારે પાલિકા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે શિણાય, અંતરજાળ, કીડાણા, ગળપાદર, મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડી જેવી ગ્રામ્ય વસાહતોમાં પણ બિલ્ડિંગ મંજૂરી આપતી વખતે “નૉ ડ્યૂ” પ્રમાણપત્ર માગવું ફરજિયાત બનાવવામાં આવે.

જૂના પત્રના સંદર્ભ સાથે તાજું પગલું:

નોટ કરવાનું છે કે ચાર વર્ષ પહેલાં પણ નગરપાલિકા દ્વારા આવો જ પત્ર લખવામાં આવ્યો હતો, પણ તેનો કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. હવે એપ્રિલ 2025થી GDA દ્વારા નવી ઇમારતોની વિગતો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Advertisements

એપ્રિલમાં GDAએ 40 ઇમારતોની વિગતો આપી હતી, જેના આધારે પાલિકા દ્વારા ટેક્સ નક્કી કરીને વસૂલાત શરૂ કરવામાં આવી છે. હવે જો દરેક મંજૂરી પહેલાં “નૉ ડ્યૂ સર્ટિફિકેટ” ફરજિયાત થાય, તો મહાનગરપાલિકાની આવકમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment