ગાંધીધામ ટૂડે, ન્યૂઝ: આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રને હરાવ્યું છે. હવે ન્યૂઝીલેન્ડની ટક્કર ફાઈનલ મેચમાં ભારત સામે થશે. ન્યૂઝીલેન્ડે નિર્ધારીત 50 ઓવરમાં 6 વિકેટે 362 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 312 રનમાં નોંધાવ્યા છે. આજની મેચમાં રચિન રવિન્દ્ર, કેન વિલિયમસનની સદીના કારણે ન્યૂઝીલેન્ડ મસમોટો સ્કોર ખડકવામાં સફળ થયું છે. જ્યારે ડ્રેયલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સ ફિફ્ટી ચુકી ગયા છે. ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર ખડક્યો હતો.
ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર ખડક્યો છે. ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો છે. વર્તમાન ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ વિકેટે 356 રન બનાવી મેચ જીતી હતી. આજે ન્યુઝીલેન્ડનો વિજય થયો છે અને હવે ફાઈનલ મેચમાં તેનો મુકાબલો ભારત સામે થશે. ફાઈનલ મેચ 9મી માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
ન્યુઝીલેન્ડ તરફથી ધમાકેદાર બેટિંગ કરનાર રચિન રવિન્દ્રએ 101 બોલમાં એક સિક્સ અને 13 ફોર સાથે 108 રન નોંધાવ્યા છે. જ્યારે કેન વિલિયમસને 94 બોલમાં બે સિક્સ અને 10 ફોર સાથે 102 રન નોંધાવ્યા છે.
ન્યુઝીલેન્ડના બે ખેલાડી ફિફ્ટી ચુકી ગયા છે. ડ્રેયલ મિચેલ 37 બોલમાં એક સિક્સ અને એક ફોર સાથે 40 રને અને ગ્લેન ફિલિપ્સ 27 બોલમાં એક સિક્સ અને 6 ફોર સાથે 49 રને ફિફ્ટી ચુક્યો છે. જ્યારે અન્ય બેટરોની વાત કરીએ તો ઓપનિંગમાં આવેલા વિલ યોંગે 23 બોલમાં 21 રન, ટોમ લાથમે પાંચ બોલમાં ચાર રન, મિચેલ બ્રેશવેલે 12 બોલમાં 16 રન અને મિશેલ સ્ટનરે એક બોલમાં અણનમ બે રન નોંધાવ્યા છે.