ઈમામી મૃત્યુ મામલે કલેક્ટર-DSPને NHRCનું શરતી સમન્સ

ઈમામી મૃત્યુ મામલે કલેક્ટર-DSPને NHRCનું શરતી સમન્સ ઈમામી મૃત્યુ મામલે કલેક્ટર-DSPને NHRCનું શરતી સમન્સ

પાંચ કામદારોના શ્વાસઘાટના ઘટનાએ માળખાકીય અવગણનાનું પર્દાફાશ કર્યુ – તંત્રની નિષ્ક્રિયતા પર આયોગે બતાવ્યો રોષ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ ના કંડલા ઝોન માં ઈમામી કંપની માં પાંચ કામદારો ના ગુંગળામણ થી ગત ઓક્ટોબર-૨૦૨૪ માં મૃત્યુ થયેલ. પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ને બદલે અકસ્માત ગુન્હો નોધી મામલો રફેદફે કરવાનો પ્રયાસ થતા આદિપુર ના જાગૃત નાગરિક વિનોદ ખુબચંદાની દ્વારા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ માં આ મામલે ફરિયાદ કરવામાં આવેલ. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા કલેકટર શ્રી, કચ્છ તેમજ ડી.એસ.પી ને નોટીસ પાઠવી ને નિશ્ચિત સમય મર્યાદા માં અહેવાલ મોકલવા જણાવવા માં આવેલ. પરંતુ પ્રાથમિક તપાસ ની વિગતો અરજદાર ને આપી આગળ ની કોઈ કાર્યવાહી કરવામાં આવી નહિ. એટલું જ નહિ અરજદાર ને તેના નીવેદન ની નકલ પણ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો અને અરજદાર દ્વારા રજુ થયેલ મુદ્દાઓ અંગે કો/ઈ કાર્યવાહી કરવામાં આવેલ નહી.

આયોગ દ્વારા ફરી અહેવાલ રજુ કરવા નોટીસ આપવા તપાસ એજન્સી દ્વારા કોઈ અહેવાલ રજુ કરવામાં આવેલ નહી. આથી, ફરિયાદ શ્રી વિનોદ ખુબચંદાણી દ્વારા ફરી આયોગ ને લેખિત માં તપાસ અધિકારી નો સહકાર ના મળવા બાબત તેમજ કંપની સંચાલકો વગદાર હોઈ મામલો દબાવી દેવા ના થઇ રહેલ પ્રયાસો બાબત ફરિયાદ કરેલ. આથી, આ ફરિયાદ ને ગંભીરતા થી લઈને કડક પગલા લીધા છે અને કચ્છ કલેકટર અને ડી.એસ.પી ને શરતી સમન્સ પાઠવી ને તા.૧૯/૬/૨૫ ના રોજ આયોગ સમક્ષ રુબુર હાજર થવા જણાવવામાં આવેલ છે. જો આ તારીખ પહેલા અહેવાલ રજુ થાય તો જવાબદાર અધિકારીઓ ને રૂબરૂ હાજર રહેવામાં થી મુક્તિ મળશે તેવું આયોગ દ્વારા જણાવાયેલ છે.

Advertisements
Advertisements

હવે જોવાનું એ રહે છે કે વારંવાર ગંભીર મામલાઓ માં નિષ્ક્રિય રહેતા અધિકારીઓ ના પેટ નું પાણી હલે છે કે નહિ કે પછી આ રીતે જ નિર્દોષ લોકો નો ભોગ હજુ લેવાતો રહેશે. જીલ્લા ના કલેકટર અને ડી.એસ.પી ને સમન્સ મળતા સમગ્ર મુદ્દાઓ લોકો માં ચર્ચા નો વિષય બન્યો છે. વધુ કાર્યવાહી માટે આયોગ ની આગળ ની સુનાવણી તા.૨૬/૦૬/૨૦૨૫ ના રોજ નિશ્ચિત કરવામાં આવી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment