ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભચાઉ – સામખિયાળી નેશનલ હાઈવે માર્ગ પર આવેલા સર્વિસ રોડ અને ટોલ પ્લાઝા વિસ્તારમાં સતત વધતી મુશ્કેલીઓથી પરેશાન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારો અને વાહનચાલકોએ રોષ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને ગુરુકુલ શાળા પાસે આવેલા ખતરનાક ખાડાઓને લઈને અકસ્માતના બનાવ સર્જાઈ રહ્યાં છે.
ટોલટેક્સ નીતિ વિષે રોષ વ્યક્ત કરતા ટ્રાન્સપોર્ટ યુનિટના સભ્યોએ જણાવ્યું કે, “રોજબરોજ ટોલટેક્સ ચૂકવી રહ્યા છીએ છતાં પણ ટોલ પ્લાઝા પર કોઈ પ્રકારની તાત્કાલિક મદદ કે વ્યવસ્થા ઉપલબ્ધ નથી. ટ્રાફિક જામ થાય ત્યારે 1033 નંબર ઉપર ફોન કર્યો છતા ત્રણ ત્રણ કલાક સુધી ફોન ઉઠાડતો નથી.”

ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે કે જ્યારે કોઈ અકસ્માત થાય છે અથવા રસ્તામાં ખાડા કે ટ્રાફિક જામથી હાલાકી થાય છે ત્યારે ન તો નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ આવે છે કે ન તો સમયસર માર્ગ સુધારવાની કાર્યવાહી થાય છે. આવી બેફામ વ્યવસ્થાનો તેઓ સતત ભોગ બને છે.

વિશેષ રીતે ચિંતાની વાત એ છે કે ગુરુકુલ સ્કૂલ પાસે આવેલો સર્વિસ રોડ મોટાં ખાડાઓથી ભરેલો છે, જે વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો માટે પણ જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે.
ટ્રાન્સપોર્ટ સંકળાયેલા લોકો અને સ્થાનિકોએ રાજ્ય સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી સામે માગ કરી છે કે “જળદે ખાડાઓ ભરી માર્ગ વ્યવસ્થા સુધારવી, તેમજ 1033 હેલ્પલાઈન ફરી કાર્યક્ષમ બનાવવી જોઈએ.”