ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુરમાં ચા પી રહ્યાં બે લોકોને મારમરાયો હોવાની ઘટના પોલીસ મથકે નોંધાઈ છે. મળતી માહિતી મુજબ ફરીયાદી અનવર ઈસ્માઈલ સાયચા(રહે.તુણા) તેમનો ભાણેજ ઈબ્રાહિમ ચાની હોટલ આદિપુર ખાતે ચા પી રહ્યાં હતા દરમિયાન આરોપી સદામ મુસા ચબા, સમીર સુમાર નોડે, રહે.બંન્ને તુણાવાળા આવીને અનવરએ તેમની વિરૂધ્ધ ગૃહવિભાગમાં અરજી કરેલ હોય તે વાતનું મનદુ:ખ રાખી પ્રથમ લાકડી વડે એક ઘા ઈબ્રાહિમને ખંભા પર તેમજ બીજાે ઘા અનવરનાં માથામાં મારી ઈજા પહોંચાડી જતા જતા બંન્ને આરોપીઓ ઈબ્રાહિમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આદિપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Add a comment