ગાંધીધામ ટુડે, ન્યૂઝ: સેવા અને સમર્પણના સંકલ્પ સાથે કાર્યરત સેવા પ્રયાસ ફાઉન્ડેશન – અમદાવાદ બ્રાન્ચ દ્વારા ડોક્ટર્સ ડે નિમિતે શહેરની પ્રતિષ્ઠિત CIMS હોસ્પિટલ ખાતે નોખી ઓળખ ધરાવતા વિવિધ તજજ્ઞ ડોક્ટરોના સન્માન માટે વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું.
આ ભવ્ય કાર્યક્રમમાં હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે પ્રખર સેવા આપનારા ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, હૃદયરોગ સંબંધિત જનજાગૃતિ ફેલાવવા એક ખુલ્લી ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું.

સન્માન પામેલા મુખ્ય તજજ્ઞ ડોક્ટરો:
This Article Includes
- ડૉ. ધીરેન શાહ – હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ સર્જન
- ડૉ. સોનક શાહ – બાળ હૃદય સર્જન
- ડૉ. કશ્યપ શેઠ – બાળ હૃદય વિશેષજ્ઞ
- ડૉ. નિરેન ભાવસાર – ટ્રાન્સપ્લાન્ટ એનસ્થેટિસ્ટ
- ડૉ. વિપુલ આહીર – હૃદયના સહાયક સર્જન
કાર્યક્રમ દરમિયાન “હાર્ટ એટેકથી બચવા કઈ રીતે સાવચેતી રાખવી?” પર ઉલ્લેખનીય ચર્ચા યોજાઈ હતી. ડોક્ટરોએ ખાવા-પીવાની આદતો, નિયમિત વર્કઆઉટ, તણાવનિયંત્રણ અને સમયસર તપાસો કરાવવાની મહત્તા વિશે માર્ગદર્શન આપ્યું.

આગામી પ્રયાસો:
ફાઉન્ડેશન તરફથી આગામી સમયમાં હાર્ટ કેર અંગેના કેમ્પેઈન અને સેમિનારો દ્વારા લોકોને વધુ આરોગ્ય જાગૃતિ આપવાનો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સન્માન કરનારાં સભ્યો:
આ સન્માન કાર્યક્રમ ફાઉન્ડર અસ્મિતા બલદાણિયા, સોનલબેન ઓડેદરા, ગરવિષ્ઠાબેન જાદવ અને હેતલબેન ઠાકર દ્વારા સફળતાપૂર્વક યોજાયો હતો.