ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ૨૦ માર્ચ ૨૦૨૫ – આજે વિશ્વ ચકલી દિવસના અવસરે ભારત વિકાસ પરિષદ, ભારતનગર શાખા અને જીવદયા પ્રકલ્પ કર્તવ્ય ફાઉન્ડેશન દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતી.

મંત્રી દેવેન્દ્ર ઠકકરે જણાવ્યુ હતુ કે, આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભારતનગર શાખા દ્વારા શહેરનાં રોટરી સર્કલ પાસે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કુલ ૪૦૦૦ ચકલી ઘર અને પાણીના કુંડાનુ વિતરણ કરાશે, જેના માટે શહેરનાં અલગ અલગ સ્થળો પર આ કાર્યક્રમ રાખવામાં આવશે. જેમાં ભારતનગર, ચાવલા ચોક સહિતના વિસ્તારોમાં ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે.
