ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઈન્ડિયન એરફોર્સમાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવતા ગાંધીધામ તાલુકાના પડાણાના યુવાને જીપીએસસીની વર્ગ ૧-રની સ્ટેટ ટેક્સ ઓફિસરની કઠીન પરીક્ષા પાસ કરી લીધી હતી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એરફોર્સના એ.ટી.સી ડિપાર્ટમેન્ટમાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવતા અશ્વિનસિંહ જાલુભા જાડેજા ચાલુ નોકરીમાં વ્યસ્ત હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા લેવાતી જીપીએસસી કલાસ ૧ અને ક્લાસ રની સ્ટેટ ટેક્સ ઓફિસરની પરીક્ષા આપી હતી. જે પરીક્ષા તા.૧૯/ર/ર૦ર૪ના લેવાઈ હતી. જેનું પરિણામ તા.૧૯/૩/ર૦રપના આવતા જનરલ કેટેગરીમાં ૪૬પ માર્કસ મેળવીને ૪પમાં રેન્ક સાથે પાસ કરી છે. અશ્વિનસિંહ જાડેજા ગાંધીધામ તાલુકાનાં પડાણા ગામના વતની છે. તેમના પિતા જાલુભા તથા તેમના મોટા બાપુ હેતુભા પ૦ વર્ષથી ભચાઉ તાલુકાના મોટી ચીરઈ ગામે સ્થાઈ થયા છે. રાજપુત ક્ષત્રિય સમાજ પૂર્વ કચ્છના આગેવાન ભરતસિંહ હેતુભા જાડેજાના કાકાના દિકરા તેમજ પ્રોપર્ટીનો વ્યવસાય કરતા અને ગાંધીધામના કચ્છ હેરીટેજ હોટલ ધરાવતા અનિરૂધ્ધસિંહના મોટા ભાઈ છે. અશ્વિનસિંહે ધો.૧૦ સુધીનો અભ્યાસ ઉત્તર બુનિયાદી હાઈસ્કુલ, આડેસર માધ્યમિક શિક્ષણ સ્વામિનારાયણ હાઈસ્કુલ, ભુજ તેમજ કોલેજનું શિક્ષણ આદિપુર તોલાણી કોમર્સ કોલેજમાંથી મેળવ્યુ હતુ.


Add a comment