ગાંધીધામ : પુર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા પહલગામમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રધ્ધાંજલિઆપવા માટે ગાંધી માર્કેટથી ઝંડા ચોક સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
પુર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા તા. 24 એપ્રિલ 2025ના રોજ સાંજે 6.30 કલાકે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રધ્ધાંજલી આપવા માટે ગાંધી માર્કેટથી ઝંડા ચોક સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુર્વ કચ્છ જીલ્લા પ્રમુખ ડો. કાયનાત આથા અંસારીએ જણાવ્યું હતું કે પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો એક કાયર પગલુ જ નહી પરંતુ માનવતાના વિરુધ્ધમાં થયેલું એક કૃત્ય છે. આમ આદમી પાર્ટીને સખ્ત વિરોધ કરે છે અને અમારી સંવેદનાઓ હતભાગીના પરિવારો સાથે છે. આમ આદમી પાર્ટી હંમેશા ભાઇચારા અને શાંતિની સમર્થક રહી છે. અમે સરકારથી માંગ કરી રહ્યા છીએ કે આ હુમલાની નિષ્પક્ષ તપાસ થાય અને દોષિયો વિરુધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને જમ્મુ કાશ્મીરના નાગરિકો અને પર્યટકોની સુરક્ષામાં કોઇ ચુક ન રહે તે સુનિશ્ચિત કરે.
આ રેલીમાં પુર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથા, મહામંત્રી નિલેશ મહેતા, રાજુ લાખાની, સંજય સરીયાલા, સુરેશ બારુપાલ, શંભુ પારીયા, રાજુ સોલંકી, રાયશી દેવરીયા, અમૃતભાઇ રાઠોડ, રાજુભાઇ શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા.


Add a comment