ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં આજરોજ મહત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું કે, રાજ્યમાં જે પાકિસ્તાની નાગરિકો રહે છે, તેમણે સરકારી અલ્ટીમેટમ મુજબ તાત્કાલિક ભારત છોડવું પડશે.
તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, આ મુદ્દે રાજ્યના તમામ જિલ્લાઓના એસ.પી.ને સુચનાઓ આપી દેવામાં આવી છે અને નક્કી કરેલ સમયમર્યાદા પૂર્વે જ તેમના પરત વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગૃહમંત્રીએ ઉમેર્યું કે, કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્તરે વહીવટી તંત્ર ચાંપતી નજર રાખી રહી છે.
તેઓના જણાવ્યા મુજબ, સરકારની નીતિ અને સુરક્ષા દૃષ્ટિકોણે આ પગલું જરૂરી બન્યું છે અને એમાં કોઇ ઢિલાઈ રાખવામાં નહીં આવે.