ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પેરેડાઈઝ ફાઉન્ડેશન દ્વારા દેશના રક્ષકોના માનમાં અને તેમના બિનશરતી બલિદાન માટે આભાર વ્યક્ત કરતા રક્ષાબંધનના પાવન અવસરે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ ફાઉન્ડેશનના સભ્યો અને બહેનો એ સૈનિક ભાઈઓને રાખડી બાંધી, તેમનો આદર તથા ઋણસ્વીકાર વ્યક્ત કર્યો હતો.
આ શુભ અવસરે પેરેડાઈઝ ફાઉન્ડેશનના પ્રતિનિધિએ જણાવ્યું કે, “રાખડી માત્ર એક દોરી નથી, તે શ્રદ્ધા, કૃતજ્ઞતા અને રક્ષણના સંકલ્પનું પ્રતિક છે. આજે અમે અમારા વીર જવાનો માટે આ દોરી બાંધી છે જેમણે પોતાના ઘરના બદલે દેશને પોતાના ઘર સમાન માન્યું છે.”
આવું હૃદયસ્પર્શી અને દેશપ્રેમથી ભરેલું ઉજવણી પેરેડાઈઝ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, જે યુવા પેઢીને સૈનિકોના ત્યાગ અને કૃતજ્ઞતાની ભાવનાથી પરિચિત કરાવે છે.
આ કાર્યક્રમમાં ફાઉન્ડેશન ના સ્થાપક સની બુચિયા,પીયૂષ શ્રીવાસ્તવ પ્રમુખ જયશ્રી કેવલાણી,પૂર્વ પ્રમુખ ઈશાની ગોસ્વામી,વિક્રમ દુલગચ,જુલી સોની,હેતલ સોલંકી,ડો હરેશ માલી,ચાર્મી અગ્રાવત,ડો શીતલ માલી,બબીતા અગ્રવાલ,હિરલ સોલંકી,સીમા શેટ્ટી અને મનીષભાઈ ઉપસ્થિત રહેલ..