ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ‘આપણું ગાંધીધામ, હરિયાળું ગાંધીધામ’ના સંકલ્પને સાકાર કરવા માટે પેરેડાઈઝ ફાઉન્ડેશન દ્વારા સેન્ટ થોમસ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના પટાંગણમાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ફેલાવવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં શાળાના ફાધર, પેરેડાઈઝ ફાઉન્ડેશનના સ્થાપક સની બુચિયા, પ્રમુખ પિયુષ શ્રીવાસ્તવ, જયશ્રી કેવલાની, હેતલ સોલંકી, રાજેશ વાઘેલા, બબીતા અગ્રવાલ, હિરલ સોલંકી, શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પેરેડાઈઝ ફાઉન્ડેશન દ્વારા આગામી દિવસોમાં ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને આ સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પહેલથી ગાંધીધામમાં હરિયાળી વધવાની સાથે-સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પણ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.