- ફાટક રહિત ગુજરાતની જાહેરાતો બાદ અંડર બ્રીજ મંજૂર થયો, બે ત્રણ વખત ખાત મુર્હત પણ કરાયા છતા આ અંડર બ્રીજ બનાવવાનો અણસાર પણ નહી
- અંજાર અને ગાંધીધામ બંને ભાજપ પક્ષ બહુમતી વાળા, છતાંય આ વિસ્તારની જનતા પ્રાથમિક સુવિધાથી વંચિત
ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ હાલ અંજાર અને ગાંધીધામ બંને ભાજપ પક્ષ બહુમતી વાળા છે છતાંય આ વિસ્તારની જનતા પ્રાથમિક સુવિધા માટે તરસતી રહી છે. રેલવેના ફોર ટ્રીક કારણ ચાલતું હોવાથી મેઘપરની જનતા માટેનું ઘરનાળુ જેમાંથી દ્વિ ચક્રીય અને પગે જતા લોકો માટે સવલત હતી તે વરસાદી નાળુ બંધ થવાથી લોકોને હાલ તકલીફ થઈ રહી છે અને એલસી-પ ફાટક પરથી પસાર થવા ટ્રાફિક જામ અને સમય વ્યસ્ત થઈ રહ્યું છે. સત્તા પક્ષ ભાજપ કેમ આ વિશે જાગરૂકતા દાખવતી નથી અને આ કાર્યને આગળ ધપાવવા કેમ પ્રયાસ થઈ નથી રહ્યા મેઘપર બોરીચી ની જનતા નો આ પ્રશ્ન ક્યારે હાલ થશે. જીઓ ડીસી દ્વારા આ કાર્ય માટે ટેન્ડરો ભરાયા છે પણ આગળની પ્રક્રિયા ક્યારે શરૂ કરવામાં આવશે ત્યારે આ અંદર પાસ નિર્માણ કાર્ય શરૂ થઈને સંપૂર્ણ થશે લોકો આશા સેવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ-આદિપુરનાં આવન-જાવન માટે બહુ ઉપયોગમાં આવી રહેલા લીલાશા ફાટક લોકોનાં માથાનાં દુઃખાવા સમાન બની ગયો છે. અંદાજે ૨૦ હજાર લોકો આ રેલવે ક્રોસીંગ ક્રોસ કરે છે અને તે પણ ત્યારે જ્યારે દિવસના ૧૦૦થી વધુ ટ્રેનો અહી થી પસાર થાય છે અને દર થોડી મિનિટોએ ફાટક બંધ રહે છે. એક અંદાજા મુજબ દરરોજ ૬૦ વાર આ ફાટક બંધ થાય છે અને બે બે ટ્રેનોને એક સાથે રવાના કરવા ક્યારેક તો વિલંબનો ગાળો ૧૫ મિનિટથી ૩૦ મિનિટનો થઈ જાય છે.

ફાટક રહિત ગુજરાતની સરકારની જાહેરાતો વચ્ચે આ ફાટકનો અંડરબ્રીજ મંજુર થઇ ગયો હોવા છતાં ન બનતો હોવાથી લોકો ત્રાહીમામ થયા છે, આ વિસ્તારમાં ૧૫૦ સોસાયટીઓ આવેલી છે ત્યારે અવર જવર રહેતી હોવાથી બ્રીજ બનાવી સમસ્યાનો હલ આ લાંબી કતારોમાં અકળાયેલા લોકોએ માગ્યો હતો. તેમજ લીલાશાહ રેલવે ફાટક પર દર પાંચ મિનિટે ટ્રેનો પસાર થતા વાહનવ્યવહાર થંભી જાય છે. ફાટક બંધ રહેતા વાહનોની કલાકો સુધી કતારો લાગી જાય છે. તેમાં બીમાર દર્દીઓ કે સગર્ભા સ્ત્રીઓને ફાટક બંધ દરમિયાન તાકીદની સારવાર ન મળતા જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. આ પ્રકારના અનેક દાખલાઓ છે, તંત્રની ઊંઘ ઉડતી નથી તેમ જણાવ્યું હતું.