ગાંધીધામથી ગાંજો લઈને મુન્દ્રા જતા બે બાઈકસવાર ઝડપાયા

ગાંધીધામથી ગાંજો લઈને મુન્દ્રા જતા બે બાઈકસવાર ઝડપાયા ગાંધીધામથી ગાંજો લઈને મુન્દ્રા જતા બે બાઈકસવાર ઝડપાયા

ગાંધીધામ ટુડે, ન્યુઝ : ગાંધીધામના બે શખ્સ બાઈક પર સવાર થઈ ગાંજાે લઈ મુન્દ્રા જતા હતા, ત્યારે બાતમીના આધારે પ્રાગપર પોલીસે ગુંદાલા પાસે બંનેને ૯૯૫ ગ્રામ ગાંજાના જથ્થા સાથે દબોચી કાયદેસરની કાયર્વાહી કરી છે. આ અંગે પ્રાગપર પોલીસ ખાતે નોંધાયેલી વિગતો મુજબ ગઈકાલે પોલીસને બાતમી મળી હતી કે, બે ઈસમ બાઈકથી ગાંજા જેવો માદક પદાર્થ લઈ અંજાર બાજુથી થઈ પ્રાગપર ચોકડી તરફથી પસાર થવાના છે. આ બાતમીના આધારે પંચોને સાથે રાખી પોલીસે સનસિટી તરફ જતા સર્વિસ રોડ, ગુંદાલા સીમમાં સ્પ્લેન્ડર પ્લસ નં. જીજે-૧૨-બીએસ-૨૧૮૭વાળીને રોકાવી તેમાંના બે શખ્સ નરેશભાઈ ગલાલભાઈ દેવીપૂજક અને અજય વાલજીભાઈ દેવીપૂજક (રહે. બંને ગાંધીધામ)ની અંગઝડતી લેતાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૯૯૫ ગ્રામ મળી આવ્યો હતો. ગાંધીધામથી ગાંજાે લઈને મુંદરા જતા હોવાનું પ્રાથમિક પૂછતાછમાં તેઓએ જણાવ્યું હતું. પ્રાગપર પોલીસે બંને આરોપીએ ગાંજાે ૯૯૫ ગ્રામ કિં. રૂા. ૯૯૫૦, બે મોબાઈલ કિં. રૂા. ૧૦,૦૦૦ અને મોટરસાઈકલ કિં. રૂા. ૨૫,૦૦૦ એમ કુલ ૪૪,૯૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાયર્વાહી કરી હતી.

બંનેની પૂછપરછ કરતા તેઓ ગાંધીધામથી ગાંજાે લઈ બાઈક મારફતે મુન્દ્રામાં આપવા જતા હોવાની હકીકત જણાવી હતી પરંતુ જથ્થો કોની પાસેથી ખરીદ્યો અને કોને આપવાનો હતો તે બાબતે કોઈ હકીકત જણાવી ન હતી. પોલીસે આગળની કાયર્વાહી હાથ ધરી છે. જાેકે, પશ્ચિમ કચ્છમાં અવારનવાર ગાંજાે પકડાતો હોય છે જેમાં મોટેભાગે ગાંધીધામનું કનેક્શન ખુલે છે ત્યારે આ વખતે ગાંધીધામના શખ્સો જ ઝડપાઈ ગયા છે ત્યારે પૂછપરછ દરમિયાન વધુ હકીકત ખુલવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

આ કામગીરીમાં પીઆઇ ડી.ડી. શિમ્પી તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઇ ધોરીયા, રવજીભાઇ બરાડીયા, ગોપાલભાઇ મહેશ્વરી તથા હેડ કો. ઈશ્વરભાઇ ચૌધરી, ગિરીશભાઇ ચૌધરી, કોન્સ. અશોકભાઇ આશલ, મહેશકુમાર ચૌહાણ તથા આઉટસોર્સ ડ્રાઇવર કાનજી ગઢવી જાેડાયા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *