ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલી જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પૂર્વ-કચ્છ પોલીસે સઘન ઝુંબેશ હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ, ગાંધીધામના આદેશથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે જુગારના અડ્ડાઓ પર દરોડા પાડી 32 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગાંધીધામ ‘એ’ ડિવિઝન વિસ્તારમાં દરોડો
This Article Includes
લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ, ગાંધીધામની ટીમે પોલીસ ઇન્સપેક્ટર એન.એન. ચુડાસમાની આગેવાની હેઠળ ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નવી સુંદરપુરી, હનુમાન દાદાના મંદિર પાસેના ખુલ્લા ચોકમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો.
અહીંથી પોલીસે ૧૨ આરોપીઓને ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ગોવિંદભાઈ ઉર્ફે ટીલો ચોથાજી માજીરાણા, અમરતભાઈ નાનજીભાઈ દેવીપુજક, શની જગદીશભાઈ દેવીપુજક, કિશનભાઈ ગોવિંદભાઈ દેવીપુજક, સુરેશભાઈ રમેશભાઈ દેવીપુજક, રમેશભાઈ સુરાભાઈ દેવીપુજક, દિનેશભાઈ કાંન્તીભાઈ દેવીપુજક, દિનેશભાઈ વીશનચંદ આસવાણી, રાજુભાઈ અમથુભાઈ કુવરીયા, રાજુભાઈ માવજીભાઈ દેવીપુજક, અજીતસિંહ રામસિંહ પઢિયાર અને તેજાભાઈ મહાભાઈ દેવીપુજકનો સમાવેશ થાય છે.
પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ ₹૮૦,૮૫૦/-, ૭ મોબાઈલ ફોન (કિંમત ₹૨૮,૫૦૦/-), અને ૫૨ નંગ ગંજીપાના મળીને કુલ ₹૧,૦૯,૩૫૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા ૪ જુગાર કેસ શોધી કઢાયા

નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, અંજાર વિભાગ, અને પોલીસ ઇન્સપેક્ટર એસ.વી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સક્રિય કાર્યવાહી કરી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીઓના આધારે પોલીસે કિડાણા સોસાયટી વિસ્તાર અને સેક્ટર-૧૪ વિસ્તારમાં જુગારના ૪ ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યા છે.
આ જુદી જુદી રેડમાં પોલીસે કુલ ૨૦ આરોપીઓને પકડી પાડ્યા છે.

- જુગાર કેસ-૧ (રોટરીનગર સેક્ટર-૧૪): આશિષ કિશનભાઈ મહેશ્વરી, અનવર તૈયબ બાપડા, લક્ષ્મણ કાનજીભાઈ મહેશ્વરી, કરણભાઈ માલશીભાઇ મહેશ્વરી અને એહમદ હાસમ બાપડાને ₹૧૧,૧૦ ૦/- રોકડ સાથે ઝડપી લેવાયા.
- જુગાર કેસ-૨ (કિડાણા સ્વસ્તિકનગર સોસાયટી): અર્જુનસિંહ શીવજી ભાટી, યોગેન્દ્રસિંહ ઉર્ફે યોગીન બચુભા ઝાલા, અનિરૂધ્ધસિંહ કનકસિંહ ઝાલા, હઠીસિંહ કાનજીભા જાડેજા, પ્રવિણસિંહ વિજયસિંહ જાડેજા અને જીતુભા ખેતશીભા ગઢવીને ₹૧૪,૪૫૦/- રોકડ સાથે પકડવામાં આવ્યા.
- જુગાર કેસ-૩ (કિડાણા સ્વસ્તિકનગર સોસાયટી): ૨મેશભાઈ જખુભાઈ સુથાર, ભુપેન્દ્ર રમેશસિંગ રાઠોડ, જયેશભાઈ પ્રેમજીભાઈ સુથાર, ભીખુભા બળવંતસિંહ ગોહિલ, ચંદનગીરી ગોકુલગીરી ગૌસ્વામી અને ભુપતસિંહ હરીસિંહ સોઢાને ₹૧૨,૩૦૦/- રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા.
- જુગાર કેસ-૪ (કિડાણા કાવ્યા સોસાયટી): હરીશભાઈ ખોડાભાઈ રાઠોડ, પ્રકાશ ચમનભાઈ મહેશ્વરી અને શામજી કાનજીભાઇ મહેશ્વરીને ₹૧૦,૪૦૦/- રોકડ સાથે પકડવામાં આવ્યા.

આ સમગ્ર કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.વી. ગોજીયા, પો.સબ ઇન્સ. એલ.એન. વાઢીયા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.