ગાંધીધામ ટુડે, ન્યૂઝ : માનનીય આઇજીપી ચિરાગ કોરડીયા, બોર્ડર રેન્જ તથા માનનીય પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ, ગાંધીધામના ઑના માર્ગદર્શન હેઠળ અને તેઓની સૂચના મુજબ હાલના સમયમાં વધી રહેલ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમના ગુનાઓને નિયંત્રિત કરવા તેમજ આ ગુના અટકાવવા માટે વધુમાં વધુ પ્રયત્નો કરવા માટે સૂચના આપેલ હોય જેથી પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામાં સાયબર ક્રાઇમ ઘટાડવા માટે લોકોમાં સાવચેતી અને લોકજાગૃતિ લાવવા માટે સાયબર અવેરનેસના કાર્યક્રમ કરવાની સૂચના કરેલ હોય જેથી ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ એ જાડેજા તથા પીસી સુરેશભાઈ દાનાભાઈ તથા પીસી દશરથભાઈ સુબાભાઈ તથા સાયબર એક્સપટ વિજયભાઈ રાઠોડના દ્વારા વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ ભચાઉ ખાતે જઈ ત્યાંના સ્ટાફને સાયબર અવેરનેસ માટેનો કાર્યક્રમ યોજવામાં આવેલ અને ત્યાં તેઓના સ્ટાફને સાયબર ફ્રોડથી બચવા અને સાયબરના નવા એમઓ અંગે માહિતી આપવામાં આવેલ અને આ નવા સાયબર ફ્રોડથી બચવા માટેના શુ કરવું?? અને શું ન કરવું?? તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ હોસ્પિટલના સ્ટાફને કોઈ અજાણી લિંક કે APKનો ઉપયોગ ટાળવા તેમજ બેન્ક એકાઉન્ટ અને અન્ય એપ્લિકેશનમાં મજબૂત પાસવર્ડ રાખવા અને ટુ સ્ટેપ વેરિફિકેશન રાખવા માટે સમજાવવામાં આવેલ તેમજ આ અંગે અન્ય સગા સબંધીઓ, મિત્રો અને સોસાયટીના લોકોને આ બાબતે જાગૃત કરવા માટે અપીલ કરવામાં આવી હતી. તેમજ સ્થાનિક લોકોને વધુમાં વધુ જાગૃત કરવા અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે સાયબર વોલેન્ટિયર બની પોલીસ તથા પ્રજાને ઉપયોગી થવા લોકોને નવી રાહ ચીંધવા અપીલ કરવામાં આવી હતી.
