ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુરમાં સંતોષી માતા સર્કલ પાસે આવેલી શ્રીજી ઈલેક્ટ્રિક્સ નામની દુકાનમાં હાજર સ્મિત પટેલ નામનો શખ્સ ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતો હોવાની પૂર્વ બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ અહીં પહોંચી હતી અને મોબાઈલમાં સટ્ટો રમતા સ્મિત ચીમનભાઈ પટેલ (રહે. વોર્ડ ૩/એ આદિપુર)ને પકડી પાડવામાં આવ્યો હતો. આ શખ્સના મોબાઈલમાં સ્ક્રીન પર જાેવાતાં તેમાં આઈ.પી.એલ.ની રાજસ્થાન-હૈદરાબાદની મેચ ઉપર ઓલપેનલ ૭૭૭ ડોટકોમ નામની વેબસાઈટ ઉપર સટ્ટો ચાલુ દેખાયો હતો, જેમાં હારજીતના આંકડા દેખાતા હતા. આ શખ્સ પાસેથી રૂા. ૪૦,૦૦૦નો મોબાઈલ તથા રોકડ રૂા. ૪૦૦ પોલીસે જપ્ત કર્યા હતા.


Add a comment