ગાંધીધામ ટુડે ન્યૂઝ: અંજાર શહેરમાં અષાઢ સુદ અગિયારસ, એટલે કે દેવપોઢી એકાદશીના પાવન દિવસે ભગવાન શ્રી વિષ્ણુના શયન માટેની પર્વની ઉજવણી અંતર્ગત ઢોલ-મંજીરા સાથે ભક્તિમય પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.અંજાર ખાતે વિક્રમ સંવતના દરેક માસની અગિયારસે ઉજવાતી આ જૂની પરંપરા, અગાઉ સ્વાધ્યાય પરિવારે શરૂ કરી હતી. આજે પણ એ પરંપરા યથાવત્ ચાલુ રાખવામાં આવી છે. હાલના સમયમાં આ પ્રભાતફેરીનું આયોજન “જય શ્રી કૃષ્ણ ગ્રુપ” દ્વારા ઉત્સાહભેર કરવામાં આવે છે.
શેરીઓમાં ભક્તિનો માહોલસવારના સૂર્યોદય સમયે શરૂ થયેલી આ ભક્તિમય યાત્રા ઢોલ, નગારા, મંજીરા અને રામધૂનના જયઘોષ સાથે શહેરની શેરીઓમાં ગુંજી ઉઠી હતી. ભક્તોએ રામધૂન અને શ્રી કૃષ્ણના મંત્રોચ્ચાર સાથે ભગવાનનું સ્મરણ કરતાં ભગવતી શક્તિનો અનુભવ કર્યો.
યાત્રાનો માર્ગપ્રભાતફેરી નીચેના મંદિર વિસ્તારોમાંથી પસાર થઈ હતી:
દરિયાલાલદાદાનું મંદિર,જલારામ મંદિર,માવાદાદાનું મંદિર,હનુમાનજીનું મંદિર,હવેલી સંપ્રદાય માર્ગલહોણા મહાજન વાળી,રામ ઓટાવાગડીયા ચોકરતનપુરા,સંચિદાનંદ મંદિર,મચ્છીપીઠ,વાઘેસ્વરી માતાજીનું મંદિર,મધવરાયજીનું મંદિર
સહભાગી ભક્તજનો:
આ પ્રભાતફેરીમાં શહેરના હજારો ભક્તો— પુરુષો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકો— ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને ભક્તિભાવથી “જય શ્રી રામ” અને “જય શ્રી કૃષ્ણ” ના ઘોષો કર્યો હતો. ભક્તિ અને એકતાનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.
માસના બંને અગિયારસે યાત્રા નિયમિતઉલ્લેખનીય છે કે આ પ્રભાતફેરી અંજાર શહેરમાં દરેક માસની સુદ તથા વદ અગિયારસે નિયમિતપણે યોજાય છે, જે ભક્તિભાવ અને પરંપરાને જીવંત રાખે છે.