- BNI કચ્છ દ્વારા કોલેજ કેમ્પસમાં મીટીંગ યોજી ભવિષ્યના બિઝનેસ લીડર્સ ને અપાયુ માર્ગદર્શન
ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ બી એન આઈ કચ્છ દ્વારા બિઝનેસ વોઇસીસ ફ્યુચર લીડર્સ ‘ થીમ અંતર્ગત કચ્છની કોમર્સ અને મેનેજમેન્ટ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેના ઉપક્રમે સંસ્થાના ત્રણ ચેપ્ટર દ્વારા કચ્છ યુનિવર્સિટી ભુજ સ્થિત ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ,તોલાણી મોટવાણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને તોલાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ૧૭૭ વિદ્યાર્થીઓ ને સાથે રાખી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ભવિષ્યના બિઝનેસ લીડર્સ કઈ રીતે બની શકે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના વ્યાપાર જગતને લગતા પ્રશ્નોનો નુ સંસ્થાના બિઝનેસમેનો દ્વારા નિરાકરણ પણ કરવામાં આવ્યું હતુ.ડિગ્રી લીધા બાદ વિદ્યાર્થીઓ બિઝનેસ ક્ષેત્રે કઈ રીતે પ્રગતિ કરી શકે તે અંગેની માહિતી પણ આ મિટિંગમાં આપવામાં આવી હતી.

બી એન આઈ કચ્છના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મુંજાલ વારૈયા ની લીડરશીપ હેઠળ હાથ ધરાયેલ આ પ્રયાસમાં કચ્છના ત્રણ ચેપ્ટર જોડાયા હતા. જેમાં ફોર્ચ્યુન ચેપ્ટરની લીડરશીપ ટીમના અનુજ શર્મા, કુનાલ લાલવાની,ઉદભવ ચંદ્રા અને જેનેિસીસ ચેપ્ટર ના શ્રીરાજ ગોહિલ,રીષભ મહેતા,વિનીત શાહ અને ઇન્ફીનિટી ચેપ્ટર ના પ્રીતિ મુન્શીયાની,મનીષ દલવાની અને ભાવેશ જગનાની ની આગેવાની હેઠળ કચ્છની ત્રણ કોલેજમા આ આવકારદાયક પ્રયાસ કરવામાં આવ્યો હતો.
