ગાંધીધામના પ્રૌઢ સાથે 39.90 લાખની ઓનલાઈન ઠગાઈ, ત્રણે આરોપી સામે ફરિયાદ નોંધાઈ

પ્રૌઢ સાથે 39.90 લાખની ઓનલાઈન ઠગાઈ, ત્રણે આરોપી સામે ફરિયાદ નોંધાઈ પ્રૌઢ સાથે 39.90 લાખની ઓનલાઈન ઠગાઈ, ત્રણે આરોપી સામે ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના પ્રૌઢ સાથે ત્રણ શખ્સોએ અલગ-અલગ કેસમાં શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને ઓનલાઈન રીતે કુલ ₹39.90 લાખની ઠગાઈ આચરી હોવાનો ખુલાસો થયો છે.આ મામલે ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ મથકે સંદીપ સંજયકુમાર મુખરજીએ રાશી ગુપ્તા, શ્યામ રંજન અને મિની નાયર સામે આઈટી ઍક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી સંદીપભાઈએ જણાવ્યું કે તેઓ ગુગલ સર્ચ દ્વારા ઑનલાઈન ટ્રેડિંગ અંગે જાણકારી મેળવતા હતા, ત્યારે એક અજાણ્યા નંબરથી રાશી ગુપ્તા નામની મહિલાનો ફોન આવ્યો હતો. આરોપી મહિલાએ પોતાને ‘સિટાડેલ ટ્રેડિંગ કંપની’ની પ્રતિનિધિ જણાવી, જે નેશનલ તથા બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવે છે, તેમ જણાવ્યું હતું. વિશ્વાસમાં લઈ તેઓએ ફરિયાદીની ઈમેઈલ પર ડોમેન લિંક મોકલી અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.

આ પછી ફરિયાદીના ઇન્ડિયન ઓવરસીઝ બેંકના એકાઉન્ટમાંથી અલગ-અલગ તિથિએ કુલ ₹22,29,000 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં માત્ર ₹36,200 રકમ વિથડ્રોલ કરાવી, બાકીની રકમ પરત કરવામાં નહોતી આવી.

ત્યારબાદ 2 ડિસેમ્બર 2024ના રોજ ફરી એક અજાણ્યા નંબર પરથી મિની નાયર નામની મહિલા દ્વારા ફરી સંપર્ક થયો હતો. તેણે પોતાને એન્જલ વન (Angel One) સાથે જોડાયેલી જણાવી અને ફરિયાદીને શેરમાર્કેટના ઓરીજિનલ લોગો સાથે પત્રો વોટ્સએપ પર મોકલ્યા હતા. આ રીતે ફરી વિશ્વાસમાં લઈને તેઓએ ઓનલાઈન ટ્રેડિંગ માટે એકાઉન્ટ ખોલાવવાનું કહ્યું.

પછી ફરિયાદીને ઓછી કિંમતે શેર ખરીદીને વધુ નફો આપવાની લાલચ આપી, અલગ-અલગ બેંક એકાઉન્ટના વિગતો મોકલી રોકાણ કરાવ્યું. ફરિયાદીએ તેના બેંક ખાતામાંથી ₹8,16,732 રોકાણ કર્યા હતા. ઉપરાંત સાહેદ સંદીપકુમાર યાદવે ₹9,81,077ની રકમ ઇન્વેસ્ટ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ વેબસાઈટ વોલેટ માઈનસમાં હોવાનું જણાવી વધુ ₹16 લાખ ભરાવ્યા હતા. પરંતુ આ રકમમાંથી કોઈ પણ રકમ ફરીથી પરત આપવામાં નહોતી આવી.

આ રીતે આરોપીઓએ ફરિયાદીની બેંકમાંથી કુલ ₹39,90,609ની છેતરપીંડી આચરી હતી. હાલ ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *