ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારે ગરમીને ધ્યાનમાં રાખીને પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ઠંડા પાણીની અસ્થાયી પરબની શરૂઆત કરવામાં આવી હતી, જેનાથી રાહદારીઓને અને જરૂરિયાતમંદ લોકોને ઠંડક મળી રહે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેરણા ફાઉન્ડેશનના સભ્યો અને સ્વયંસેવકોએ સક્રિયપણે ભાગ લીધો હતો. પ્રદીપ પરિહાર, જીતુ ભાવનાની, વંશિકા ભાવનાની, સુરેશ શેટ્ટી, ભૈરવ સાપેલા, રાજેન્દ્રસિંહ ભાટી, જીતુ ભાઈ વજા, ભારતી પંજાબી, અનિતા કશ્યપ અને મમતા ચક્રવર્તી જેવા સભ્યોએ પોતાનો સમય ફાળવ્યો હતો.
આ પરબ માટે મુખ્ય દાન જીતુ ભાઈ ભાવનાની તરફથી તેમની માતા સ્વ. કાંતા બેન ભાવનાનીની સ્મૃતિમાં આપવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન દ્વારા જીતુ ભાઈનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.