ગાંધીધામનું ગૌરવ: વિનીત જૈને ટેનિસ ટુર્નામેન્ટમાં રનર્સ અપ સ્થાન મેળવ્યું

ગાંધીધામનું ગૌરવ: વિનીત જૈને ટેનિસ ટુર્નામેન્ટમાં રનર્સ અપ સ્થાન મેળવ્યું ગાંધીધામનું ગૌરવ: વિનીત જૈને ટેનિસ ટુર્નામેન્ટમાં રનર્સ અપ સ્થાન મેળવ્યું

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ સ્થિત પ્રો ટેનિસ એકેડમી – હોલિડે વિલેજ રિસોર્ટ અને સ્પાના યુવા ટેનિસ ખેલાડી વિનીત જૈને તાજેતરમાં ભોપાલ ખાતે ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત “પ્રિન્સ ઓફ ટેનિસ – U-12 બોયઝ ટુર્નામેન્ટ” માં રનર્સ અપ સ્થાન પ્રાપ્ત કરીને ગાંધીધામનું ગૌરવ વધાર્યું છે.

આ ટુર્નામેન્ટ 26 થી 28 મે, 2025 દરમિયાન યોજાઈ હતી. વિનીત જૈન નિયમિતપણે પ્રો ટેનિસ એકેડમીમાં દૈનિક 3 કલાક પ્રેક્ટિસ કરે છે. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેમને બેંગલોર ખાતે યોજાનારી ટેનિસ એકેડમીમાં પણ પ્રવેશ મળ્યો છે.

આ સિદ્ધિ બદલ પ્રો ટેનિસ એકેડમીના કોચ શ્રી ઓલિમ્પિક પરમાર અને શ્રી રાહુલ સંગતાનીએ વિનીત જૈનને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત, વિનીતના માતા-પિતા શ્રી વિનીત જૈન અને શ્રી સ્નેહ જૈન, તેમની શાળા દિલ્હી પબ્લિક સ્કૂલ – ગાંધીધામ, અને હોલિડે વિલેજ રિસોર્ટ અને સ્પા દ્વારા પણ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *