ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ – આદિપુર જોડીયા શહેરોના રોડ – રસ્તાઓ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે ત્યારે રોડ પર રહેલા ખાડાઓના કારણે રોજીંદ અકસ્માતો બનતા રહે છે તેમજ વાહનોને પણ પારાવાર નુકશાન થતું જોવા મળે છે. દરેક વિસ્તારના લોકોની અનેક રજુઆતો છતાં પણ ગાંધીધામ મહાનગરપાલીકા દ્વારા રોડ – રસ્તાઓની કોઇ જ મરમ્મત કરવામાં આવતી નથી અને જે નવા રોડ બનાવવામાં આવે છે તે એક જ વરસાદમાં ચાલવા લાયક પણ રહેતા નથી. ભ્રષ્ટાચારથી ખદબદતા રોડથી ગાંધીધામ – આદિપુરની પ્રજા ત્રસ્ત બની છે. જેથી પુર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ડો. કાયનાત અંસારી આથાની આગેવાની હેઠળ રોડ બનાવો – જીંદગી બચાવો અંતર્ગત ગાંધીધામ મધ્યે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
હાલ ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ પડતા અગાઉથી તુટેલા રોડ હાલ ચાલવા લાયક પણ રહ્યા નથી. ગાંધીધામ – આદિપુર શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તાઓ મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. જેથી પુર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથા સાથે કાર્યકરોએ રોડ બનાવો – જિંદગી બચાવોના નારા સાથે ઠેર ઠેર પડેલા ખાડાઓની તાત્કાલીક મરમ્મત કરી રોડ – રસ્તાઓ ચાલવા લાયક બનાવવા માંગ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધીધામના મુખ્ય બજારમાં પ્રવેશતા જ મહાનગરપાલીકા દ્વારા ખોદેલા ખાડાઓ સામે ભાજપના નામની રંગોળી બનાવી ભાજપના ઉંધા ઝંડા લગાવી વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. આ આંદોલનમાં નિલેશ મહેતા, રાયશીભાઇ દેવરીયા, હિતેશ બારડોલીયા, નિશા દુદાણી, અમૃત રાઠોડ, વિજયભાઇ, નીલેશ દાફડા, સુરેશ બારુપાલ વગેરે હાજર રહયા હતા.