- રક્ષીતના ફ્લેટ પરથી મુવી અનધર રાઉન્ડનો પોસ્ટર મળી આવ્યુ છે પરંતુ પોલીસે તેના વિષે જાણકારી આપી નથી
- રક્ષીતકાંડ : હોલિવુડ મુવી અનધર રાઉન્ડ અને રક્ષીતનો સંબંધ
- આજે રક્ષિતના રીમાન્ડ પૂર્ણ થયા : પોલીસને સહયોગ નથી આપી રહ્યો રક્ષિત
ગાંધીધામ ટુડે ન્યુઝ, વડોદરામાં 8 લોકોને કચડી નાખ્યા પછી રક્ષિત ચૌરસિયા ‘અનધર રાઉન્ડ’ અને ‘ઓમ નમઃ શિવાય’ની બૂમો પાડતો વીડિયો તમે જોયો જ હશે.વડોદરમાં થયેલ ગંભીર અકસ્માતમાં નિકીતા, અનધર રાઉન્ડ આ બે શબ્દો ચર્ચામાં રહ્યા છે. અનધર રાઉન્ડ વિશે તો માહિતી મળી પરંતુ નિકીતા વિશે હજુ પોલીસને કોઈ જાણકારી મળી નથી. રીમાન્ડમાં રહેલ રક્ષીત વિષે જ્યારે પુછવામાં અાવે છે ત્યારે તે પોલીસને સહયોગ આપતો નથી અને મારો વકીલ જવાબ આપશે તેવુ રટન કરે છે. હોલિવુડની પ્રસિદ્ધ મૂવી અનધર રાઉન્ડ જોવા બાદ, તે નશાની લતમાં ફસાઈ ગયો હોવાનું કહેવાય છે. હવે સવાલ એ છે કે આ ફિલ્મમાં એવું શું છે, જે યુવાઓને આટલું પ્રભાવિત કરી શકે?
શું છે ‘અનધર રાઉન્ડ’ ફિલ્મમાં?
અનધર રાઉન્ડ (Another Round) એક ડેનિશ-હોલિવુડ ફિલ્મ છે, જે 2020માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ચાર શિક્ષકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેઓ માનો કે તેમની જીવનશૈલી સામાન્ય અને એકઘટી બની ગઈ છે. તેઓ નશા પર એક પ્રયોગ શરૂ કરે છે, જેમાં દાવો કરવામાં આવે છે કે એક ચોક્કસ માત્રામાં રોજ એલ્કોહોલ લેવાથી જીવન વધુ ઉત્સાહી અને ઉત્સાહભર્યું બની શકે. ફિલ્મ દર્શાવે છે કે શરૂઆતમાં નશાના કારણે તેમનું જીવન સારું બને છે, પરંતુ સમય જતાં તેનું વ્યસન બની જાય છે અને ખતરનાક પરિણામો સામે આવે છે.
2020માં રીલીઝ થયેલી અનધર રાઉન્ડ ફિલ્મ ચાર મિત્રોની કહાની છે, જે સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવા તેમના લોહીમાં સતત આલ્કોહોલનું સ્તર જાળવી રાખવાનો પ્રયોગ કરે છે. આ ફિલ્મમાં 4 મિત્રોનું ગ્રુપ મનોચિકિત્સક ફિન સ્કોર્ડેરુડના કાર્યથી પ્રેરિત એક સિદ્ધાંત પર પ્રયોગ કરે છે, કે માનવજાત 0.05% બ્લડ આલ્કોહોલ કન્ટેન્ટ (BAC)ની ઊણપ સાથે જન્મે છે અને 0.05% BAC જાળવવાથી વ્યક્તિ વધુ સર્જનાત્મક અને શાંત બને છે. આ ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજનો ઓસ્કર એવોર્ડ પણ મળ્યો હતો.