નશીલા પદાર્થો સામે રાપર પોલીસની કાર્યવાહી

નશીલા પદાર્થો સામે રાપર પોલીસની કાર્યવાહી નશીલા પદાર્થો સામે રાપર પોલીસની કાર્યવાહી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાપરના કાનપર નજીક બાતમીના આધારે વોચમાં રહેલી રાપર પોલીસે રૂ.8.99 લાખના મુલ્યનો 300 કિલો પોસડેડાનો જથ્થો ઝડપી પાડતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કચ્છ માં માદ્દક પદાર્થો ની હેરફેર દિન પ્રતિદિન વધી રહી છે,તેવામાં રાપર પીઆઇ જે.બી. બુબડીયાને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે કાનપર ગામ નજીક ત્રણસો કિલો આસપાસ પોસડેડા ભરીને જતી જીપને રોકી એક આરોપીને પકડી લીધો હતો.

ખાનગી રાહે બાતમી હકિકત મળી હતી કે, એક જીપમાં હમીરપર થી ઉમૈયા જતા ડામર રોડ ઉપરથી માદક પદાર્થના કોથળા ભરી વેચાણ કરવા માટે ઈસમો પસાર થવાના છે જે બાતમી હકિકત આધારે ડી સ્ટાફ ના મયુરસિંહ સરવૈયા, શક્તિસિંહ જાડેજા, નરેશ ઠાકોર, નાથાભાઈ પરમાર, ઈન્દુભા ગોહિલ,દશરથ મારાજ સાથે વોચમાં ઉભા હતા તે દરમિયાન બાતમી મુજબની જીપ આવતાં તેને રોકવા ઇશારો કર્યો તો ચાલકે વાહન ભગાવ્યું હતું.

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આગળ આંતરતા એક આરોપી ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો જ્યારે એક આરોપી ઝડપાઈ ગયો હતો જે ગાડી ની તપાસ કરતા ગાડી ની અંદર ત્રણસો કિલો જેવા જંગી પોસડેડાનો જથ્થો નજરે પડતા ખુદ પોલીસ ચોંકી ઉઠી હતી. ગાડીમાંથી પ્લાસ્ટીકના 15 કોથળાઓમાંથી પોષડોડાનો રૂ.8,99,400 ના મુલ્યનો 299.8 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે વાહન, બે મોબાઇલ મળી કુલ રૂ.14,04,900 નો મુદ્દામાલ જપ્ત કરી કિડીયાનગરના 25 વર્ષીય ભરતભાઇ રવજીભાઇ કોલીની અટક કરી હતી. પોલીસે ભાગી ગયેલા કિડીયાનગરના જ સવાભાઇ દુદાભાઇ ચાવડા સહિત બે સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં પીઆઇ સાથે પીએસઆઈ એચ.વી. કાતરીયા તથા રાપર પોલીસ સ્ટાફ જોડાયો હતો.

ગેડી પાસે પોષડેડાના બે ખેતરો ઝડપાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા રાપર તાલુકાના ગેડી ગામે પોસડેડાની ખેતી કરાતી હતી તેવા બે ખેતરો રાપર પોલીસે ઝડપીને વાવેતરનો પર્દાફાશ કર્યો હતો. આ જંગી જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જતો હતો તેની વધુ તપાસ રાપર પોલીસે હાથ ધરી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *