ગાંધીધામમાં HIV અને AIDS જાગૃતિ માટે ‘રેડ રન’ મેરેથોનનું આયોજન

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :  તાજેતરમાં ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (GSACS), મામલતદાર, કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરીના માર્ગદર્શન હેઠળ DAPCU સ્ટાફ, THO ગાંધીધામ અને મહાનગર પાલિકા દ્વારા HIV અને AIDS જાગૃતિ માટે ‘રેડ રન’ મેરેથોનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીધામના સ્પોર્ટ્સ સંકુલ ખાતે 29મી ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં ગજવાણી અને આર્ય નર્સિંગ સ્કૂલ, આર્ટસ અને કોમર્સ કોલેજ, ફાર્મસી, એન્જિનિયરિંગ અને બી.એડ સહિતની વિવિધ કોલેજોના 150થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Advertisements

મેરેથોનમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર છોકરાઓ અને છોકરીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જ્યારે તમામ સહભાગીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય અને HIV ઓફિસર ડૉ. મનોજ દવે, MOH ડૉ. દિનેશ સૂતરિયા, અને તાલુકા આરોગ્ય અધિકારી ગાંધીધામની આગેવાની હેઠળ DAPCU કચ્છ, ગાંધીધામ તાલુકાના તમામ પુરુષ આરોગ્ય કાર્યકરો અને સુપરવાઈઝર, CHO, TB વિભાગ અને ART ICTCના સ્ટાફ, 108 અને વિવિધ NGOs જેવી કે સેવાનીધી, જીવનદીપ, અને વી.એન. પટેલના હોદ્દેદારો અને કર્મચારીઓએ સખત મહેનત કરી હતી.

Advertisements

આ કાર્યક્રમના આયોજનમાં સ્પોર્ટ્સ સંકુલના જ્યોતિબેન ઠાકુર, મોહનભાઈ આહિર, અને શકુર માંજોઠીએ વિશેષ સહયોગ આપ્યો હતો. રામબાગ હોસ્પિટલના ડૉ. હરીશ મટાણી અને ડૉ. કમલા સાદીયા ઈ ચા સિવિલ સર્જન તરફથી પણ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ મેરેથોનથી HIV અને AIDS અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો એક સકારાત્મક પ્રયાસ થયો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment