કંડલાની શિપિંગ કંપનીના સ્ટોર રૂમમાંથી રૂ.1.80 લાખની ચોરી

કંડલાની શિપિંગ કંપનીના સ્ટોર રૂમમાંથી રૂ.1.80 લાખની ચોરી કંડલાની શિપિંગ કંપનીના સ્ટોર રૂમમાંથી રૂ.1.80 લાખની ચોરી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :  કંડલાની બાપુ શિપિંગ કંપનીના ડાયડોકમાં ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. તાજેતરમાં નિશાચરો સ્ટોર રૂમનું તાળું તોડી અંદર પ્રવેશી અહીંથી બ્રાસના ટૂલ્સ અને કોપર કેબલ સહિત કુલ રૂ.1.18 લાખની મત્તાની ચોરી કરી ગઇ હતી. સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઇ ગઇ છે, જેમાં પાંચ બુકાનીધારીઓ ચોરી કરતા નજરે પડ્યા છે. ઘટનાને લઈ કંપનીના મિકેનિકલ ઇજનેરે કંડલા મરિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, બાપુ શિપિંગના મિકેનિકલ ઇજનેર શિવાકુમાર પુરુષોત્તમ પિલ્લઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, તા.10 જુનના રાત્રે તેમ ઉપરાંત કર્મચારી કેવલ ભટ્ટ અને રમોદકુમાર ડ્યૂટી પૂરી કરીને ઘરે ગયાં હતાં. પરંતુ બીજે દિવસે સવારે કંપની પહોંચતાં સ્ટોર રૂમ તરીકે વપરાતું કન્ટેનર તૂટેલું જોવા મળ્યું.

અંદર તપાસ કરતાં નીચે મુજબ ચોરી થયાનું ખુલ્યું:

  • ₹65,000 ના બ્રાસના 10 બુસ
  • ₹10,000 ના બ્રાસ ટ્યુબ સેટ
  • ₹1,00,000 નો કોપરનો 1,000 કિગ્રા વજનનો ઈલેક્ટ્રીક કેબલ
  • ₹5,000 ના કોપર પાઇપ (AC Pipe)

કુલ મત્તા રૂ. 1.18 લાખની ચોરી થઈ હોવાનું નક્કી થયું.
CCTV ફૂટેજ ચકાસતાં તા.11 જૂનના રાત્રે 1:30થી 2:30 દરમિયાન પાંચ બુકાનીધારીઓ ચોરી કરતા નજરે પડ્યા હતા.

મામલાની ફરિયાદ PSI વાય.પી. ગોહિલે નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *