RTEમાં આવકમર્યાદા વધતા 45 હજાર અરજદાર વધ્યાં

RTEમાં આવકમર્યાદા વધતા 45 હજાર અરજદાર વધ્યાં RTEમાં આવકમર્યાદા વધતા 45 હજાર અરજદાર વધ્યાં
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગુજરાતની ખાનગી સ્કૂલોમાં પહેલાં ધોરણમાં RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ વિના મૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આવક મર્યાદા વધાર્યા બાદ ફોર્મ ભરવાની વધારેલી મુદ્દત આજે પૂરી થઈ ગઈ છે અને આ વર્ષે 2.37 લાખથી વઘુ ફોર્મ ભરાયા છે. આવક મર્યાદા વધવાને કારણે 45 હજાર ફોર્મ વધારે ભરાયા છે.

સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ પ્રવેશ માટે દર વર્ષે માર્ચ-એપ્રિલમાં ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામા આવે છે. જેમાં રાજ્યની 10 હજારથી વધુ ખાનગી સ્કૂલોમાં પહેલાં ધોરણમાં 25 ટકા બેઠકો પર ગરીબ, અનાથ, દિવ્યાંગ તેમજ અનામત કેટેગરી સહિતના વિવિધ 13 કેટેગરીના બાળકોને મેરિટ-માપદંડોને આધારે વિના મૂલ્યે પ્રવેશ અપાય છે. આ વર્ષે 93 હજાર જેટલી બેઠકો છે, જેની સામે આ વર્ષે કુલ 2,37,317 ફોર્મ ભરાયા છે.

Advertisements
Advertisements

RTEમાં વાલીની આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે 1.80 લાખ અને ગ્રામ્ય માટે 1.50 લાખ હતી, જે મુજબ આ વર્ષે ફોર્મ ભરવાનું શરૂ પણ થઈ ગયું હતું .પરંતુ, સરકારે ફોર્મ ભરવાની નિયત મુદ્દત પૂરી થયા બાદ આવક મર્યાદા વધારીને શહેરી-ગ્રામ્ય તમામ માટે 6 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી, જેને પગલે RTEમાં ફોર્મ ભરવાની મુદ્દત વધારીને 15 માર્ચ કરવામા આવી હતી. મંગળવારે આ મુદ્દત પૂરી થઈ ગઈ છે. આવક મર્યાદા વધાર્યા બાદ 44,994 ફોર્મ ભરાયા છે. આમ, આવક મર્યાદા વધતા વાલીઓને ફાયદો થયો છે. પરંતુ, હજારો બાળકો બેઠકો ઓછી હોવાના કારણે પ્રવેશથી વંચિત રહેશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment