2030 સુધી ભારત સાથે લાંબા ગાળાના આર્થિક સહયોગ માટે રશિયાનું પ્લાન તૈયાર

2030 સુધી ભારત સાથે લાંબા ગાળાના આર્થિક સહયોગ માટે રશિયાનું પ્લાન તૈયાર 2030 સુધી ભારત સાથે લાંબા ગાળાના આર્થિક સહયોગ માટે રશિયાનું પ્લાન તૈયાર

ગાંધીધામ ટુડે ન્યુઝ:  શિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે 2030 સુધી ભારત સાથે લાંબા ગાળાના આર્થિક સહયોગ માટેનું વર્કિંગ પ્લાન ટૂંક સમયમાં અંતિમરૂપ પામશે. તેઓએ ‘સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ (SPIEF)’ના સત્રને સંબોધતાં આ વાત કરી હતી.

પુતિને જણાવ્યું કે, “અમે ભારત સહિતના મુખ્ય ભાગીદારો સાથે લાંબા ગાળાની સહયોગી યોજનાઓ આગળ ધપાવીએ છીએ. ખાસ કરીને ઓઈલ અને ગેસના નિકાસને લઈને અમારી પાસે સ્પષ્ટ લક્ષ્યાંક છે. જેના માટે વેપાર અવરોધો દૂર કરવામાં આવશે, નવા બજારો શોધવામાં આવશે અને ઢાંંચાગત સુવિધાઓ વિકસાવવામાં આવશે.”

તેમણે ચીન અને રશિયા મળીને મલ્ટી લેયર વર્લ્ડ સિસ્ટમ ઉભી કરી રહ્યા હોવાના દાવાઓ નકારી કાઢ્યા હતા અને ઉમેર્યું કે, “એક નવી વિશ્વ વ્યવસ્થા કુદરતી રીતે ઉભરી રહી છે, જેને રોકી શકાય તેમ નથી. અમારી ભૂમિકા એ છે કે આ પ્રક્રિયા વધુ સંતુલિત બને અને બધાના હિતોને પ્રતિબિંબિત કરે.”

ભારત તરફથી અશ્વિની વૈષ્ણવે કર્યું પ્રતિનિધિત્વ

SPIEFમાં ભારત તરફથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાગ લીધો હતો. તેઓ રેલવે, ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી તથા માહિતી અને પ્રસારણ ખાતાંના પ્રભારી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *