ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ બોલિવૂડ એક્ટરને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના વર્લી વિસ્તારમાં સ્થિત પરિવહન વિભાગને એક અજાણ્યા વ્યક્તિએ મેસેજ મોકલીને સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. સલમાને મળેલી ધમકીના સંદર્ભમાં વર્લી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 351(2)(3) હેઠળ કેસ નોંધાયેલ છે. હાલમાં, વર્લી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
રવિવારે મોડી રાત્રે મોકલવામાં આવેલા મેસેજમાં એવું પણ લખ્યું હતું કે- સલમાન ખાનના ઘરમાં ઘૂસીને તેને મારી નાખશે. ગયા વર્ષે 14 એપ્રિલે જ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગની ઘટના બની હતી. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. આ કેસમાં પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી. આમાંથી 2 આરોપીઓને જામીન મળી ગયા છે અને એક આરોપીએ આત્મહત્યા કરી લીધી છે.
ગયા વર્ષે (14 એપ્રિલ) સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાંદ્રામાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે બે બાઇક સવારોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બાદ ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ માટે પહોંચી ગઈ છે. ફાયરિંગ થયું ત્યારે સલમાન તેમના ઘરે જ હતો. ખાનને લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.
આ ઘટના બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ સલમાન ખાન સાથે ફોન પર વાત કરી હતી. શિંદેએ મુંબઈ પોલીસ કમિશનર સાથે પણ વાત કરી અને તેમને સલમાનની સુરક્ષા વધારવા માટે કહ્યું હતું. ત્યારથી સલમાનના ઘરની લોખંડી સુરક્ષા બંદોબસ્ત રહે છે.