સરહદ ડેરીને “ગ્રીન વર્કપ્લેસ” માટે એક્સલન્સ એવોર્ડ મળ્યો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સરહદ ડેરીને વડોદરા ખાતે VNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત એન્વાયરમેન્ટ એક્સલન્સ એવોર્ડ્સમાં “ગ્રીન વર્કપ્લેસ” શ્રેણીમાં એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ પર્યાવરણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતી સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે.

સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલના માર્ગદર્શન હેઠળ, ડેરીએ પર્યાવરણ સંરક્ષણ માટે અનેક પહેલ કરી છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે, સરહદ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ, દૂધ શીત કેન્દ્રો અને દૂધ મંડળીઓ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

Advertisements
Advertisements

આ ઉપરાંત, સરહદ ડેરીએ કેટલ ફીડ પ્લાન્ટ અને મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં સૌર ઊર્જાનો ઉપયોગ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 6500 ટન કાર્બન ઉત્સર્જન ઘટાડ્યું છે. આ પહેલ વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને પર્યાવરણ પ્રત્યે ડેરીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment