ગાંધીધામમાં રૂપિયા ડબલ કરવા નામે છેતરપીંડી, આખી વાત જાણીને તમે પણ ચોંકી જશો!

ગાંધીધામમાં રૂપિયા ડબલ કરવા નામે છેતરપીંડી, આખી વાત જાણીને તમે પણ ચોંકી જશો! ગાંધીધામમાં રૂપિયા ડબલ કરવા નામે છેતરપીંડી, આખી વાત જાણીને તમે પણ ચોંકી જશો!

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :  ગાંધીધામ શહેરમાં સામાન્ય નાગરિકોને લલચાવીને છેતરવા જેવો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર “કાર્તિક જોશી” નામની ફેક ID બનાવીને બે શખ્સોએ સુરતના શ્રમિક સાથે રૂપિયા ડબલ કરવાની લાલચ આપી છેતરપીંડી આચરી હતી.

સુરતમાં ડ્રાઇવિંગનું કામ કરતા હસન મહંમદ અબ્દુલ અંસારીએ 25 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ જોઈ હતી, જેમાં રૂપિયા ડબલ કરવાની ઓફર હતી. તેમણે “હા” લખતા સામેના શખ્સે કહ્યું કે “એક લાખના ત્રણ લાખ મળશે.” ફરિયાદીએ જવાબ આપ્યો કે તેની પાસે માત્ર ₹50,000 છે. ત્યારબાદ શખ્સે કહ્યું કે “ચાલે છે, એક લાખ આપીશું,” અને ગાંધીધામનું લોકેશન મોકલ્યું.

ફરિયાદી 4 જૂને ગાંધીધામ રેલવે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે બે બાઈક સવાર યુવકો મળવા આવ્યા અને “50 હજાર લાવ્યા છો?” એવું પુછીને તેમની પાસે નકદ રૂપિયા લઈ લીધા. બદલે તેમને બે બંડલ આપી કહ્યું કે “આ એક લાખ છે,” અને તુરંત નાસી ગયા. ફરિયાદીએ બંડલ તપાસતા માત્ર પહેલી અને છેલ્લી નોટ ₹500ની હતી, બાકીની નોટો ખાલી હતી.

ફોન પર સંપર્ક કરવાના પ્રયાસ કર્યા પણ શખ્સોએ ફોન ન ઉઠાવ્યો. બાદમાં સ્થાનિક મિત્ર આમિર પઠાણ સાથે વાત કરતા જાણવા મળ્યું કે તે પણ આવી છેતરપીંડીનો શિકાર બન્યો છે અને આરોપીઓના નામ અલીઅસગર સુલેમાન શેખ અને અલ્તાફ ઇબ્રાહીમશા શેખ (રહે. અંજાર) હોવાનું બહાર આવ્યું.

ફરિયાદી હસન મહંમદે બંને શખ્સો સામે ગાંધીધામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. સાઇબર ક્રાઈમ વિભાગ નાગરિકોને આવા લાલચભર્યા છલકપટના મેથડોથી સાવચેત રહેવા અપીલ કરી રહ્યો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *