DYSP સાગર સાંબડા એ આપી માહિતી, BSF સહિત 100થી વધુ લોકો શોધમાં જોડાયા
ગાંધીધામ ટુડે ન્યુઝ, રાપર તાલુકાના બેલા-મૌઆણા નજીકના આંતરરાષ્ટ્રીય સરહદી રણ વિસ્તારમાં અમદાવાદની એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા ઈજનેર અર્નબ પાલ છેલ્લા બે દિવસથી લાપતા થયા છે.
અદાણી ગ્રુપના સોલાર પ્રોજેક્ટ માટે સર્વે કરવા આવેલી ટીમમાં અર્નબ પાલ સહિત ત્રણ લોકો રણમાં પ્રવેશ્યા હતા. ગરમી અને પ્યાસથી બેભાન થયેલા બે કર્મચારીઓ રણમાં જ થંભી ગયા હતા, જ્યારે ઈજનેર અર્નબ પાલ તેમના માટે મદદ લાવા ગયાં હતાં – પરંતુ ત્યારબાદ તેઓ પાછા ન ફરતા તેમની શોધખોળ શરૂ થઈ હતી.
DYSP સાગર સાંબડા દ્વારા આપેલી માહિતી મુજબ, હવે સુધી કોઈ ચોક્કસ ટ્રેસ મળ્યો નથી, પરંતુ જંગલ વિસ્તાર, રણનું સાફ માદન અને ડુંગરાળ વિસ્તાર દરેક જગ્યા પર તપાસ ચાલી રહી છે. શોધખોળમાં BSFના જવાનો, સ્થાનિક પોલીસ, વનવિભાગ અને સ્થાનિક લોકો મળી કુલ 100થી વધુ વ્યક્તિઓ જોડાયા છે. BSFના 7 જેટલા વાહનો અને ડ્રોન કેમેરાનું પણ સહયોગ લેવામાં આવી રહ્યું છે.
DYSP સાંબડાએ કહ્યું કે – “અમે સતત ઘનશોધમાં છીએ. રાત્રે પણ મોબાઈલની લાઈટ કે કોઈ હલચલ જોઈ શકાય એવી કોઈ શક્યતા હોય તો તેની તપાસ કરાઈ છે. હાલ સમગ્ર ટીમ સમગ્ર લાગણીપૂર્વક કામગીરીમાં લાગી છે.”
અત્યારે રણ વિસ્તારની અઘરી પરિસ્થિતિ વચ્ચે ઈજનેરની સલામતી માટે આશા વ્યકત કરવામાં આવી રહી છે. અધિકારીઓએ કહ્યું છે કે શોધખોળમાં કોઈ કમી રાખવામાં નહીં આવે અને દરેક સાન્તિમીટરની તપાસ હાથ ધરાઈ રહી છે.