ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામ આદિપુર જાેડિયા શહેરોને દૈનિક લગભગ ૪૫ એમએલડી પાણીની જરૂરિયાત છે, તેની સામે હાલના સમયે પાણી પુરવઠા બોર્ડ ૩૦થી ૩૨ એમએલડી પાણી આપે છે. જે અપૂરતું છે. સુત્રોના જણાવ્યા મુજબ ૯ ફેબ્રુઆરી પછી વરસામેડીથી પાણીનો જથ્થો અનિયમિત થયો છે.

લાંબા સમય સુધી માત્ર ૨૫ એમએલડી જ પાણી મળ્યું હતું. સમસ્યા આ ગંભીર બનતા અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને ચર્ચાઓ કરી હતી. ત્યાર પછી થોડા દિવસથી ૩૦થી લઈને ૩૨ એમએલડી પાણી અપાય છે. તે અપૂરતું છે અને હજુ સુધી સપ્લાય નિયમિત થઈ નથી. જેના કારણે લોકોમાં આક્રોશ છે.
પીવાના પાણીની સમસ્યાનું સમાધાન કરવામાં મહાનગરપાલિકાના જવાબદારો નિષ્ફળ નીવડી રહ્યા છે, ખરેખર તો ઉનાળાની અસહ્ય ગરમીમાં વરસામેડીથી પાણીનો જથ્થો વધારે મળે તે માટે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અને ઉચ્ચકક્ષા સુધી રજુઆત કરવી જરૂરી છે. હાલના સમયે ગરીબ અને મધ્યમ વર્ગીય તેમજ શ્રમજીવી વિસ્તારોમાં પીવાનું પાણી નિયમિત મળતું નથી.