દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઈ હે ભગવાન,
ગાય માતા કો છોડી, કુત્તા પાલને લગા હે ઈસાન…
ગાંધીધામ ટુડે ન્યૂઝ: ગૌમાતા — જેને 33 કોટી દેવી-દેવતાઓનો વાસ કહેવાય છે, જેને ભગવાન ભોલેનાથે આત્માર્થ ધરીને ધરતી પર મોકલ્યા હતા, આજે તેમની હાલત જુઓ તો દિલ કંપી ઉઠે છે.
આજના સમયમાં, જ્યારે માણસ રોજે રોજ વધુ સ્વાર્થી બનતો જાય છે, ત્યારે એની શ્રદ્ધા અને લાગણી પામેલી ગૌમાતા રોડ રસ્તા પર ભટકતી જોવા મળે છે.
શહેરના રસ્તાઓ પર બેફામ ભટકતી ગાયો અને નંદીઓને કારણે ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. ઘણી વાર તો જીવલેણ અકસ્માત પણ સર્જાય છે.
આવી દુઃખદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, ગાંધીધામના “કર્તવ્ય ગ્રુપ” દ્વારા એક સુંદર અને શ્રદ્ધાભર્યું સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે – જેમાં ગૌમાતા અને નંદીઓના ગળામાં રિફ્લેક્ટર બેલ્ટ બાંધવામાં આવી રહી છે.
આ રિફ્લેક્ટર બેલ્ટ રાત્રે વાહનચાલકોને ગાયોની હાજરીની જાણકારી આપે છે, જેથી ટકરાવ અને દુર્ઘટનાઓ ટાળી શકાય.
શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને આ સેવાયજ્ઞ હેઠળ અનેક ગાયો-નંદીઓને આ સુરક્ષા બેલ્ટ બાંધવામાં આવી રહી છે.
નાના પ્રયાસથી પણ મોટો બદલાવ લાવી શકાય છે.
એટલે આજે તમારું પણ એક “કર્તવ્ય” બનતું હોય — જો તમે રસ્તા પર આવું જોઉ, તો આંખો ના મુંકો… આગળ આવો, આવું કંઈક સરાહનીય કામ તમે પણ કરી શકો.


Add a comment