અંજારમાં બીમાર ગાયની સેવા: કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટનો સહયોગ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજારના રામકૃષ્ણ મહાવીર નગરમાં આવેલા હઠીલા હનુમાન મંદિર પાસે એક બીમાર અને અશક્ત ગાય માતાની સેવા માટે લોકો એકઠા થયા હતા. સવારે મંદિરના નિયમિત દર્શનાર્થી અને સામાજિક કાર્યકર જીતેશભાઈ પીઠડીયાને આ બાબતની જાણ થતાં તેઓ તરત જ સ્થળ પર પહોંચ્યા.

ગાય માતા એટલી અશક્ત હતી કે તે ઊભી પણ થઈ શકતી ન હતી. આ જોઈને સ્થળ પર હાજર મયુરભાઈ આસોડિયાએ તુરંત જ કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટનો સંપર્ક કર્યો. ટ્રસ્ટે તાત્કાલિક ગાડીની વ્યવસ્થા કરી અને ગાય માતાને પશુચિકિત્સાલય લઈ જવા માટે સહયોગ આપ્યો.

Advertisements
Advertisements

આ સેવાકાર્યમાં જીતેશભાઈ પીઠડીયા, મયુરભાઈ આસોડિયા, વિશાલભાઈ સોની અને બહાદુરસિંહ સહિતના લોકોએ ગાયને ગાડીમાં ચડાવવામાં મદદ કરી. “જીવમાં શિવ”ની ભાવના સાથે કરવામાં આવેલી આ સેવા પ્રવૃત્તિ સમાજમાં જીવદયાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment