ગુજરાત કોંગ્રસના પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલ નું રજીનામુ

ગુજરાત કોંગ્રસના પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલ નું રજીનામુ ગુજરાત કોંગ્રસના પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલ નું રજીનામુ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીઓના પરિણામ જાહેર થયાના માત્ર ચાર કલાકમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. હાલમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવશે, જે સુધી નવા પ્રમુખની નિમણૂક નહીં થાય.

જવાબદારીની પરંપરા – શક્તિસિંહે લીધું નૈતિક પગલું

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, “છેલ્લા 30 વર્ષથી સત્તા વિહોણા હોવા છતાં કાર્યકરો હિંમતપૂર્વક લડ્યા છે. પરિણામો અનુકૂળ ન આવતા હું મારી નૈતિક જવાબદારી સ્વીકારું છું. હું રાજીનામું આપી રહ્યો છું અને રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી દીધું છે.”

તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસમાં નૈતિક જવાબદારીની પરંપરા છે અને હું હંમેશાં પાર્ટીના સિપાહી તરીકે કાર્ય કરતો રહીશ.

દિલથી કામ કરનારા નેતાનો અચાનક નિર્ણય

શક્તિસિંહ ગોહિલ 2023માં પ્રદેશ પ્રમુખ બન્યા હતા. તેઓ 1990થી લઈને અત્યારસુધીમાં પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં રાજ્યસભાના સાંસદ છે. તેમનો રાજકીય પ્રવાસ યુવા કોંગ્રેસથી શરૂ થયો હતો અને તેઓ ગુજરાતના સૌથી નાની વયે મંત્રી બનેલા છે.

શૈલેષ પરમાર કાર્યભાર સંભાળશે

શૈલેષ પરમાર કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી નિભાળશે. નવા પ્રદેશ પ્રમુખના નામની અધિકૃત જાહેરાત નજીકના સમયમાં થશે.

પટાચૂંટણીઓથી બદલાયુ રાજકીય સમીકરણ

કડી અને વિસાવદર બેઠક પર મળેલા પરિણામોથી કોંગ્રેસને અપેક્ષા મુજબનું પ્રદર્શન નહીં મળતાં આ મોટો ફેરફાર આવ્યો છે. નવા નિયુક્ત શહેર અને જિલ્લાકક્ષાના પ્રમુખોની નિયુક્તિની પ્રત્યાઘાત સાથે આ રાજીનામું પણ જોડાઈ ગયું છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *