ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ નજીક શિણાય ડેમ પાસે એક સગીરા સાથે થયેલા દુષ્કર્મના બનાવમાં પોલીસએ ઝડપી કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. પકડાયેલા આરોપીઓમાં અંજાર વિજયનગરના કોલીવાસનો મહેશ ઉર્ફે ડાભલો મોતીભાઇ કોલી અને મેઘપર કુંભારડી સીમના સંદીપગર ઘનશ્યામગર ગુંસાઇનો સમાવેશ થાય છે.

પોલીસે બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા બાદ દોરડાઓ વડે બાંધીને જાહેરમાં સરઘસ કાઢ્યું અને ઘટનાનું રીકન્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓ જાહેરમાં માફી માંગતા નજરે ચડ્યા હતા.
પોલીસે બંને સામે સઘન કાર્યવાહી શરૂ કરીને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસે જણાવ્યું કે, આવા ગંભીર અપરાધો પર કડક સંદેશ આપવા માટે જ જાહેરમાં આરોપીઓનો સરઘસ કાઢવામાં આવ્યો હતો.