ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ રણભૂમિથી રાજનીતિમા શ્રેષ્ઠ, શોર્ય,સાહસ અને વીરતાના પ્રતિક, છેલ્લા શ્વાસ સુધી દેશ અને સંસ્કૃતિની રક્ષા માટે લડનાર મહાન રાજા શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ગાંધીધામ કર્તવ્ય ટીમ દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને જળાભિષેક કરી ફૂલમાળા અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે સામાજિક અગ્રણી,ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને કંડલા ટેન્ક ફાર્મ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તેજાભાઇ કાનગડ અને કર્તવ્ય ટીમના સંસ્થાપક હંસરાજભાઈ કિરી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. હંસરાજભાઈ કિરીએ શિવાજી મહારાજની જીવન શોર્ય ની ટુંકી ગાથા કહી હતી અને ગાંધીધામ નગરજનો ને જન્મજયંતી ની શુભેચ્છાઓ પાઠવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગાંધીધામમાં આવેલ શિવાજી પાર્કમાં શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરાઇ હતી.