ડાર્ક વેબ પર 16 અબજથી વધુ પાસવર્ડ વેચાણ માટે ઉપલબ્ધ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી

ડાર્ક વેબ પર 16 અબજથી વધુ પાસવર્ડ વેચાણ માટે ઉપલબ્ધ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી ડાર્ક વેબ પર 16 અબજથી વધુ પાસવર્ડ વેચાણ માટે ઉપલબ્ધ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :  વિશ્વભરના Google, Apple, Facebook, Telegram, GitHub અને અન્ય અનેક ઑનલાઇન પ્લેટફોર્મના 16 અબજથી વધુ લોગિન ઓળખપત્રો અને પાસવર્ડ ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ હોવાના અહેવાલથી સાયબર જગતમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટના ઇન્ટરનેટ ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી પાસવર્ડ ચોરી કહેવાય રહી છે.

કયા રીતીથી લીક થયો ડેટા?

સાયબર સુરક્ષા સંશોધક Vilius Petkauskas ના જણાવ્યા અનુસાર, 30 અલગ-અલગ ડેટાસેટમાં કુલ 16 અબજ રેકોર્ડ છે. આ ડેટાસેટમાં મોટા પ્રમાણમાં ઈન્ફોસ્ટીલર મેલવેરના કારણે પાસવર્ડ અને લોગિન ડેટા ચોરી થયા હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર ચોરી થયેલા ડેટામાં સરકારી એજન્સીઓ અને પ્રખ્યાત કંપનીઓના યુઝર્સની વિગતો પણ સામેલ છે.

પાછળ કોણ જવાબદાર?

અહેવાલ મુજબ, ઇન્ફોસ્ટીલર નામના મેલવેર દ્વારા યુઝર્સના બ્રાઉઝર, કીબોર્ડ એન્ટ્રી અને લોકલ ફાઈલ્સમાંથી પાસવર્ડ અને લોગિન વિગતો ચોરી લેવામાં આવી હતી. ગુગલે આ સ્થિતિને ગંભીરતાથી લઈને તમામ યુઝર્સને તરતજ પાસવર્ડ બદલવાની અને પાસકી (Passkey) નો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે શું કરવું?

  • તમારા બધા મુખ્ય એકાઉન્ટના પાસવર્ડ તરતજ બદલો
  • ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશન (2FA) ફરજિયાત ચાલુ કરો
  • પાસવર્ડની જગ્યાએ હવે પાસકી (passkey) નો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત વિકલ્પ છે
  • શંકાસ્પદ ઇમેઇલ કે લિંક પર ક્લિક કરવાનું ટાળો

નિષ્ણાતોની ચેતવણી:

“આ સાયબર હુમલો માત્ર ચોરી નહીં, પણ ભવિષ્યમાં મિસયૂઝ, ફિશિંગ અને એકાઉન્ટ હેકિંગ જેવા જોખમોને આમંત્રણ આપી શકે છે,” એમ એક સંશોધકે જણાવ્યું છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *