ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સમગ્ર દેશની સાથે ગાંધીધામ સંકુલમાં પણ શ્રીહનુમાનજીના પાવન જન્મોત્સવની ઉજવણી ભાવભક્તિ અને ઉલ્લાસભેર ઉજવાઈ. શહેરના મોટાભાગના હનુમાન મંદિરોમાં હવન, પૂજન, સંકીર્તન અને પ્રસાદ વિતરણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભક્તોમાં ભક્તિનો અવિરત પ્રવાહ જોવા મળ્યો.

આદિપુરના પ્રખ્યાત પંચમુખી હનુમાન મંદિર ખાતે સવારે વિશેષ હવન અને પુજન આયોજિત કરવામાં આવ્યું. ભક્તોએ ભગવાનના પંચમુખી સ્વરૂપના દર્શન કર્યા અને સુંદરકાંડ પાઠમાં સહભાગી બન્યા. મંદિર પરિસરમાં ભક્તો દ્વારા મહાપ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યો.

અંતરજાળ ગામના પાતારિયા હનુમાન મંદિર ખાતે પણ ભક્તોએ મોટી સંખ્યામાં ઉમટીને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી. અહીં હનુમાન ચાલીસાના સંયુક્ત પાઠ અને આરતી પછી ભજન-સંદ્યાનું પણ આયોજન કરાયું હતું.