ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે આ સાથે જ લૂંટેરી દુલ્હનના પણ અનેક કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો હાલ સામે આવ્યો છે. ગાંધીધામ સુંદરપુરીમા છુટાછેડા થયેલા વેપારીના લગ્ન કરાવીને પરીણીતા અને તેની સાળી 1.25 લાખ રુપીયા લઈને ભાગી ગઈ હતી. જે અંગે ત્રણ મહિલાઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
ગાંધીધામ એ ડિવીઝન પોલીસ મથકમાં સીલાઈ મશીનનું કામ કરતા દિનેશભાઈ સથવારાએ આરોપી સવિતા શૈલેશ ઈંગલે, ગુંજન શૈલેશ ઈંગલે અને પ્રકાશબા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગત તા. 10/8/2024ના તેમના પ્રથમ લગ્નમાં છુટાછેડા થયા હતા. ત્યારબાદ તેમનું સીલાઈનું કામ ચાલતું હોવાથી તે સમયે આરોપી પ્રકાશબા (રહે. દુકાન સામે, નીલકંઠ મંદીરની સામે, નવી સુંદરપુરી) એ કપડા સીવડાવવા માટે આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે તેમના ધ્યાનમાં એક છોકરી છે, જો લગ્ન કરવા હોય તો. તે અનુસાર પ્રકાશબાએ સવિતા તથા ગુંજનને લઈ આવેલી અને સવિના લગ્ન તુટી ગયા હોવાનું જણાવી, જો તેની સાહે મેળ બેસે તો લગ્ન કરાવવાની વાત કરી હતી. જે અંગે ફરિયાદીએ હા પાડી હતી.
પરંતુ વાત આટલેથી અટકી નહતી. ત્યારબાદ 26/7/2024ના જ્યારે ફરિયાદી, તેમના બનેવી અને બહેન તેમજ સગા વ્હાલા પ્રકાશાબાના ઘરે લગ્નની વાત લઈને ગયા ત્યારે ગુંજને જણાવ્યું કે તેવો બે બહેનો એકલી છે અને પરિવારમાં કોઇ માતા પિતા નથી જેના કારણે લગ્નનો ખર્ચો આપો તો થએ શકસે. જેને પણ માન્ય રાખીને આરોપી સવિતા શૈલેશ ઈંગલે (ઉ.વ.24) (રહે. મુળ સીમ ટીકલી, નાગપુર, મહારાષ્ટ્ર) સાથે કાયદેસર લગ્ન કર્યા અને લગ્નની ગાંધીધામ નગરપાલિકામાં નોંધણી પણ કરાવી હતી.
લગ્ન બાદ ફરિયાદીની સાળી ગુંજનએ સુરત રહેતી હોવાથી પૈસા લઈ ઘરેથી ચાલી ગઈ અને જતા જતા કહ્યું કે હવે કોઇ ચિંતા કરવાની નહી, મારી બહેન તમરો સંસાર ચલાવશે. પરંતુ ત્યારબાદ પત્નીએ કહ્યું કે મને દાગીના જોઇએ છીએ, જે માટે તીજોરીન ચાવી આપીને ઘરવખરી માટે 30 હજાર રોકડા અને ચાંદીના સાકરાની જોડી, તેમજ હાથની પોચીની ત્રણેય વસ્તુઓ મળીને કુલ 15 હજારની રાખવા માટે આપ્યા હતા. પરંતુ ત્યારબાદ તા.10/8/2024ના બપોરે ફરિયાદી માતાના ઘરે સુતા હતા ત્યારે પત્ની સવિતા દુકાને જવાનું કહીને ઘરેથી નિકળી ગયેલી અને ત્યારબાદ ઘણો સમય વિત્યા અને સગા વ્હાલાઓમાં તપાસ કર્યા બાદ પણ પતો લાગ્યો નહતો.
ફોન કર્યો તો પતી સવિતાએ કહ્યું કે ‘તમારા રુપીયા પડાવવાનો અમારો પ્લાન હતો, તમારા રુપીયા પરત આપીશું નહી’ આમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો. જેથી આ અંગે અગાઉ મધ્યાંતર બનેલા પ્રકાશબાને વાત કરતા તેમણે પૈસા અને દાગીના પરત અપાવી દઈશ તેવું કહ્યુ તે આજ દીન સુધી પરત આવ્યા નથી. ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.