સ્માર્ટ મીટર કે ચીટર મીટર: ગુજરાતમાં ઊંચા વીજબિલની ફરિયાદો અને તંત્રનું મૌન

સ્માર્ટ મીટર કે ચીટર મીટર: ગુજરાતમાં ઊંચા વીજબિલની ફરિયાદો અને તંત્રનું મૌન સ્માર્ટ મીટર કે ચીટર મીટર: ગુજરાતમાં ઊંચા વીજબિલની ફરિયાદો અને તંત્રનું મૌન

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની યોજના પર પ્રશ્નો ઊભા થયા છે. સરકારી અને વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસો છતાં, ગ્રાહકોના વિરોધ અને ઊંચા બિલની ફરિયાદોને કારણે લક્ષ્યાંક પૂરો થઈ શક્યો નથી. કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે પણ સ્વીકાર્યું છે કે, ગુજરાતમાં 1.67 કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું લક્ષ્ય હતું, જેમાંથી અત્યાર સુધી માત્ર 21 લાખ જ લાગ્યા છે.

આ સમસ્યાનું મુખ્ય કારણ એ છે કે સ્માર્ટ મીટરથી આવતા વીજબિલ જૂના મીટર કરતાં વધુ હોય તેવી વ્યાપક ફરિયાદો છે. આ કારણે ગ્રાહકોમાં ઉર્જા વિભાગ પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે અને તેઓ સ્માર્ટ મીટર લગાવવા તૈયાર નથી.

Advertisements

સ્માર્ટ મીટર: લક્ષ્ય અને વાસ્તવિકતા

Advertisements

ગુજરાતમાં 2017માં સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન શરૂ થયું હતું. શરૂઆતમાં 500થી વધુ યુનિટ વાપરતા ગ્રાહકો માટે મીટર લગાવવાનો નિર્ણય થયો હતો. જોકે, 2019ના અંત સુધીમાં 8.79 લાખના લક્ષ્યાંક સામે માત્ર 26 હજાર મીટર જ લાગી શક્યા હતા. તાજેતરમાં, કેન્દ્રીય ઉર્જા મંત્રાલયના આંકડા મુજબ, RDSS સ્કીમ હેઠળ ગુજરાતમાં 1.67 કરોડ સ્માર્ટ મીટર લગાવવાના હતા, પરંતુ 15 જુલાઈ, 2025 સુધીમાં માત્ર 21 લાખ જ લાગી શક્યા. આ આંકડા દર્શાવે છે કે, સરકારી અને વીજ કંપનીઓ ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહી છે.

પારકા પૈસે ધંધો: ગ્રાહકોની ડિપોઝીટ અને મોંઘી વીજળી

વીજ કંપનીઓ ગ્રાહકો પાસેથી સિક્યોરિટી ડિપોઝિટના નામે મોટા પ્રમાણમાં પૈસા વસૂલે છે. હાલમાં, રાજ્યની વીજ કંપનીઓ પાસે કુલ 11,980 કરોડ રૂપિયા ગ્રાહકોની ડિપોઝિટ તરીકે જમા છે. જોકે, વીજ કંપનીઓ આ રકમ પર બેંક કરતાં ઓછું, એટલે કે લગભગ 6% વ્યાજ આપે છે. આ રીતે, વીજ કંપનીઓ ગ્રાહકોના પૈસાનો ઉપયોગ કરીને નફો કમાય છે અને સાથેસાથે ગ્રાહકોને મોંઘી વીજળી પણ વેચે છે.

Advertisements
કંપનીડિપોઝિટ (કરોડમાં)
PGVCL3126.72
UGVCL2544.69
DGVCL2968.73
MGVCL1378.49
ટોરેન્ટ1962.34
કુલ11,980

સરકારની બેવડી નીતિ અને મંત્રીઓનું મૌન

સરકાર સ્માર્ટ મીટરને લાભદાયી ગણાવી રહી છે, પરંતુ એક ચોંકાવનારી વાત એ છે કે, ભાજપના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોના ઘરોમાં પણ હજુ જૂના મીટર જ કાર્યરત છે. જો સ્માર્ટ મીટર ખરેખર ફાયદાકારક હોય, તો સરકારના પોતાના પ્રતિનિધિઓ તેનો ઉપયોગ કેમ નથી કરતા? આ બાબત ગ્રાહકોના મનમાં ઉભી થયેલી શંકાઓને વધુ દૃઢ બનાવે છે. સરકાર અને વીજ કંપનીઓ ગ્રાહકોના પ્રશ્નોનું સમાધાન લાવવામાં નિષ્ફળ રહી છે, જેના પરિણામે સ્માર્ટ મીટરનો સ્વીકાર ધીમો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment