ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગળપાદર સીમના સર્વે નં-26/5 ખાતે આવેલી આર.એસ. ઇન્દ્રા ઇક્વિપમેન્ટ્સ કંપનીના ગોદામમાંથી અજાણ્યા તસ્કરો દ્વારા રૂ. 90,500ના સાધનોની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કંપની મેનેજર આદિત્ય વિનોદકુમાર બારોટે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કંપનીના મેનેજરના જણાવ્યા પ્રમાણે,ગોદામમાં સેની કંપનીના એક્સાવેટર અને તેની પ્લેટો, બેટરી સહિતના ભાગોનો સ્ટોક રાખવામાં આવતો હતો. આ ગોદામ વિશાલસિંહ જાડેજાના પ્લોટમાં ભાડે રાખવામાં આવેલ છે. તાજેતરમાં કર્મચારી આશિષ સથવારા અને વિનોદ મલિકે ધ્યાન દોરતા જાણમાં આવ્યું કે અંદાજે 35 એક્સાવેટરની પ્લેટો અને બે બેટરીઓ ગાયબ છે.
સ્ટોક છેલ્લા ત્રણ મહિનાથી ચકાસવામાં ન આવ્યો હોવાથી ચોરી એ સમયગાળામાં ક્યારેક થઇ હોવાનો અનુમાન છે. સુરક્ષા ઇન્ચાર્જ ભવ્યરાજસિંહ ગોહિલે તપાસ કરી પણ ચોક્કસ તારીખ નક્કી થઈ શકી નહોતી. પોલીસને નોંધાવેલી ફરિયાદ અનુસાર, કુલ રૂપિયા 90,500નો મુદ્દામાલ તસ્કરો ઉઠાવી ગયા છે.
આ બનાવ સાથે ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાઓની ગરજ વધુ બેફામ બની છે, કારણ કે સમયાંતરે આવી ચોરીઓ વધી રહી છે અને ઘણા ગોડાઉન માલિકો હવે ભયમુક્ત વ્યવસાય કરવા મજબૂર બન્યા છે.