ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં “રમે ગુજરાત, ખેલે ગુજરાત”ના સૂત્રો બોલાવવામાં આવી રહ્યા છે, પણ કડવી હકીકત એ છે કે રાજ્યની 8,000થી વધુ શાળાઓમાં રમતના મેદાનો જ નથી. આવી પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા 30 કરોડના ખર્ચે 34,000 સ્પોર્ટસ કીટ વહેંચવાનો નિર્ણય લેવાયો છે.
મેદાન વગર મંજુર શાળાઓ:
- 7209 સરકારી પ્રાથમિક શાળાઓ
- 1864 ખાનગી પ્રાથમિક શાળાઓ
આ ઉપરાંત ઘણી શાળાઓમાં તો સ્પોર્ટ્સ મેદાન નહીં પણ શોપિંગ સેન્ટર જેવી ઇમારતોમાં વર્ગો ચાલી રહ્યા છે.
વિદ્યો માટે પ્રશ્નાર્થ:
મેદાન વિના વિદ્યાર્થી રમત કેમ રમશે? કેવી રીતે શારીરિક રીતે સક્ષમ બનશે? એ પ્રશ્નો ઉદભવી રહ્યા છે. શાળાઓને આડેધડ મંજૂરી આપીને હજારો બાળકોના ભવિષ્ય સાથે રમત રમવામાં આવી રહી છે.
30 કરોડનો ધુમાડો:
શિક્ષણ વિભાગે ખેલોત્સવ અને રમતોત્સવ જેવી પ્રવૃત્તિઓમાં રાજકીય શોભા માટે રોકાણ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ મૂળભૂત સુવિધાઓ તરફ કોઈ ધ્યાન નથી. વિદ્યાર્થીઓ મેદાન વગર કયાં રમશે? એનો વિચાર કર્યા વિના કરોડોની ખેરાત વિતરિત થશે.